નિર્ણય:ધુમ્મસ-ઓછા પેસેન્જરને કારણે 11 ફ્લાઇટ કેન્સલ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર સોમવારે આવતી જતી 11 જેટલી ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી હતી. જેમાં ઉત્તર ભારતમાં ધુમ્મસની સાથે કેટલીક ફ્લાઈટોમાં પેસેન્જરોની સંખ્યા ઓછી થતા એરલાઈન્સો ફ્લાઈટો કેન્સલ કરી રહી છે. જો કે કોઈ એક ફ્લાઈટમાં પેસેન્જરો ઓછા હોય તો તેમને એજ સેક્ટરની બીજી ફ્લાઈટમાં સીટ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી રહી છે.

દર શિયાળામાં ઉત્તરભારતના શહેરોમાં ધુમ્મસની સમસ્યાને લીધે ફ્લાઇટોના શિડ્યૂલ અવારનવાર ખોરવાતા હોય છે. સોમવારે અમદાવાદની કેન્સલ થયેલી ફ્લાઈટોમાં ગોફર્સ્ટની ચંડીગઢ - અમદાવાદ, દિલ્હી - અમદાવાદ, અમદાવાદ - મુંબઈ, અમદાવાદ - મુંબઈ, અમદાવાદ - દિલ્હી, ઈન્ડિગોની દિલ્હી - અમદાવાદ, દિલ્હી - અમદાવાદ, અમદાવાદ - દિલ્હી, અમદાવાદ - દિલ્હી તેમજ સ્પાઈસ જેટની વારાણસી - અમદાવાદ અને અમદાવાદ - વારાણસી ફ્લાઈટ શામેલ છે.

અન્ય સમાચારો પણ છે...