તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:બોડકદેવના સેન્ચુરી ટાવરમાં 11 કેસ, 64 મકાન કન્ટેઈનમેન્ટમાં, સોલામાં આવેલા સુદર્શન ગ્રીનમાં 20થી વધુ કેસ મળ્યા

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાલમાં સાંજે 5 પછી પણ કોરોના ટેસ્ટ માટે 60 લોકો લાઈનમાં ઊભા હતા.
  • શહેરમાં બેડ ખાલી છતાં લોકોને ગાંધીનગર ધકેલાય છે : કોંગ્રેસ

બોડકદેવમાં આવેલા સેન્ચ્યુરી ટાવરમાં મ્યુનિ.એ 64 મકાનને કન્ટેઈનમેન્ટમાં મૂક્યા છે. ત્યાં અત્યારે 11 જેટલા કેસ નોંધાયા છે. તો સોલા ભાગવત પાસે આવેલા સુદર્શન ગ્રીનને પણ મ્યુનિ.એ કન્ટેઇન્ટમેન્ટમાં મુક્યું છે. જ્યાં 20થી વધુ કેસ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે. આ ઉપરાંત વિરાટનગરના જયરાજ ફ્લેટમાં મ્યુનિ.એ 60 જેટલા ફ્લેટને કન્ટેઇન્ટમેન્ટમાં મુક્યા છે જ્યાં 8થી વધારે કેસો નોંધાયા છે.

આ ઉપરાંત સરદારનગર, કુબેરનગરમાં પણ કેટલાક કેસ નોંધાયા હતા. શહેરમાં હજુ પણ કોરોનાના 2821 એક્ટિવ છે. શહેરમાં કુલ કેસનો આંક 44 હજારને પાર કરી ગયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 1937 પર પહોંચી ગયો છે.

વસ્ત્રાલમાં સાંજે 5 પછી પણ કોરોના ટેસ્ટ માટે 60 લોકો લાઈનમાં ઊભા હતા
વસ્ત્રાલમાં ફ્રી કોરોના ટેસ્ટિંગ ડોમ પર શુક્રવારે સવારે બંને બાજુ લાંબી લાઈનો લાગી હતી. સાંજ 5 વાગ્યા પછી પણ ટેસ્ટ માટે 60થી વધુ લોકો નંબર આવવાની રાહ જોઈ લાઈનમાં ઊભા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો