તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવસર આવશે ગુજરાતના આંગણે:2022માં 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાશે, સીએમ રૂપાણીએ રશિયાના ઉદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ - Divya Bhaskar
રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ
  • વડાપ્રધાન મોદી ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમના સમાપન સત્રમાં વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે.
  • સમાપન સત્રમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિન પણ સહભાગી થશે.

રાજ્યમાં ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી સમયમાં યોજવા માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે 2022માં ચોક્કસ યોજાશે એવું આગામી વાયબ્રન્ટ સમિટમાં રશિયાના સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા એઝિન નિકોલાઇને મુખ્યમંત્રીએ આમંત્રણ પાઠવ્યું છે એના પરથી સ્પષ્ટ થાય છે.

રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિન સહભાગી થશે
મુખ્યમંત્રી રૂપાણીએ આ કોન્ફરન્સ દરમ્યાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે પરામર્શ કર્યો હતો. આ સંદર્ભમાં ખાસ કરીને ડાયમન્ડ, સિરામીકસ, ટીમ્બર અને ફાર્માસ્યુટિકલ સેકટરમાં આપસી સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. વડાપ્રધાન મોદી આ ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમના સમાપન સત્રમાં વિડીયો સંબોધન કરવાના છે. આ સમાપન સત્રમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિન પણ સહભાગી થશે.

2019માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી રૂપાણી
2019માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીએ રશિયાના વેપાર -ઉદ્યોગના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે,અગાઉ 2019માં યોજાયેલી આ પ્રકારની ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમમાં વડાપ્રધાન મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિને રિજીયોનલ કોલોબરેશન-પ્રાદેશિક સહયોગ પર વિશેષ ઝોક આપ્યો હતો. ગુજરાત 224 બિલીયન યુ.એસ. ડોલરના જી.ડી.પી સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામીક, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્ષટાઇલ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં ટોચના સ્થાને છે. રાજ્યમાં વિવિધ ઊદ્યોગોની 800 જેટલી વિશાળ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને 35 લાખથી વધુ MSME કાર્યરત છે.આગામી વાયબ્રન્ટ સમિટમાં સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા એઝિન નિકોલાઇને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

ઓકટોબરમાં મુખ્યમંત્રી દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા જઈ શકે
હવે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે છે અને દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે. એક્સપોમાં એકત્ર થયેલા વૈશ્વિક ઉદ્યોગપતિઓ તથા સાહસિકોને મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળવાની છે, તેથી પણ ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે.

2022ની વાઈબ્રન્ટ સમિટમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રિત કરાશે ( ફાઈલ ફોટો)
2022ની વાઈબ્રન્ટ સમિટમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રિત કરાશે ( ફાઈલ ફોટો)

વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે
આગામી વર્ષના મધ્ય બાદ ચૂંટણીનો માહોલ તૈયાર થઈ જશે અને તેથી 2022ના પ્રથમ વર્ષમાં નવા ઉદ્યોગો માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવા યાત્રા તથા સૌપ્રથમ સક્ષમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે, જેમાં આ વર્ષની થીમ ક્લીન, એનર્જી તથા ટૂરિઝમ હશે. તા.1 ઓકટો.ની દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં હાજર વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે. આગામી વર્ષનો વાઈબ્રન્ટ અલગ લુકનો હશે અને એમાં વન ટુ વન મીટિંગો વધુ હશે. ઉચ્ચ બેક ટુ બેક ફરિયાદીએ નેશનલ ડિફેન્સ એક્સપો યોજવાની પણ સરકારની તૈયારી છે. ભારત સંરક્ષણ ઉત્પાદનમાં પગભર થવા લાગી છે, તેથી ગુજરાતને આ સારી તક છે. આ બન્ને આયોજનો મહાત્મા મંદિર ખાતે હશે અને ધોલેરા ‘સર’ ઝોનને હવે દોડતું કરવાની પણ યોજના છે.

અન્ય સમાચારો પણ છે...