તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રિમોનિયલ ઠગે ભારે કરી:10મું ભણેલા યુવાને IIMથી માંડીને ગૂગલના કર્મીની ફેક પ્રોફાઇલ બનાવી, 50થી વધુ યુવતીને ફસાવી-પૈસા પડાવ્યા, અંતે ઝડપાયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સાઇબર ક્રાઇમે એક ભેજાબાજને પકડીને તેની સામે કાર્યવાહી શરૂ કરી. - Divya Bhaskar
અમદાવાદ સાઇબર ક્રાઇમે એક ભેજાબાજને પકડીને તેની સામે કાર્યવાહી શરૂ કરી.
 • મેટ્રિમોનિયલ સાઇટ પર અલગ અલગ પ્રોફાઇલ બનાવી 50 જેટલી યુવતીને ફસાવી ચૂક્યો છે ભેજાબાજ
 • 15 ઇ-મેલ, 4 ફોન, 30 સિમકાર્ડ, 4 ફેક આઇડી સાથે ભેજાબજે 50 યુવતીની જિંદગી બરબાદ કરી
 • અમદાવાદ, ઉજ્જૈન, ગ્વાલિયર, ગોવા, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોની યુવતીઓને ટાર્ગેટ બનાવી

સમગ્ર વિશ્વમાં આજે ઓનલાઇન કામ શરૂ થઈ ગયાં છે, ત્યારે હવે યુવતીઓ પણ પોતાના મનનો માણીગર શોધવા ઓનલાઇન પદ્ધતિ અપનાવી રહી છે. યુવતીઓ પોતાના ભાવિ પતિની આવક લાખોમાં હોય, પોતે ફાકડું અંગ્રેજી બોલતો હોય અને પોતાની સ્ટાઈલથી ભલભલાને આંજી દેતો હોય તેવો આગ્રહ રાખે છે. આ બધી વાતની જાણ કેટલાક ભેજાબાજ લોકોને પણ હોય છે અને તેઓ આવી યુવતીઓને ફસાવવા પોતાની ફેક પ્રોફાઈલ મેટ્રિમોનિયલ સાઇટ પર મૂકે છે. આવા એક ભેજાબાજે સમગ્ર દેશમાંથી એક નહિ, પણ 50 યુવતીને ફસાવી તેમનો પહેલા આર્થિક અને બાદમાં શારીરિક ઉપયોગ કરી ફરાર થઈ જતો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમે આવા એક ભેજાબાજને પકડીને તેની સામે કાર્યવાહી કરી છે. આ ભેજાબાજ પાસેથી ગૂગલના એસઆર મેનેજરની સાથે જ IIM સહિતનાં ફેક સર્ટિફિકેટ્સ મળી આવ્યાં હતાં.

ગૂગલનું ફેક આઈડી કાર્ડ, ફેક વિઝા તેમજ અન્ય યુવતી સાથે ભેજાબાજ સંદીપ શંભુનાથ મિશ્રા.
ગૂગલનું ફેક આઈડી કાર્ડ, ફેક વિઝા તેમજ અન્ય યુવતી સાથે ભેજાબાજ સંદીપ શંભુનાથ મિશ્રા.

યુવક મોડસ ઓપરેન્ડી પ્રમાણે મોટી મોટી વાતોથી યુવતીઓને ફસાવતો હતો
અમદાવાદ સાઇબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે અમદાવાદની એક 28 વર્ષીય યુવતીએ એક યુવકની મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઈલ ચેક કરી હતી અને યુવકે પોતે ગૂગલ કંપનીમાં એચઆર મેનેજર છે અને વાર્ષિક 40 લાખ રૂપિયા પગાર છે, જેથી યુવતી તે પ્રોફાઇલમાં ફસાઈ અને તેની સાથે સંપર્ક કર્યો હતો. યુવકે પોતાની મોડસ ઓપરેન્ડી પ્રમાણે, તેની સાથે મોટી મોટી વાતો કરી, જેથી યુવતી તેના કારસામાં ફસાઈ ગઈ હતી.

પહેલા આર્થિક અને બાદમાં શારીરિક ઉપયોગ કરી ફરાર થઈ જતો હતો.
પહેલા આર્થિક અને બાદમાં શારીરિક ઉપયોગ કરી ફરાર થઈ જતો હતો.

એક પીડિત યુવતીએ પોલીસને જાણ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો
ત્યાર બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને આખરે તેના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. આ બધું જાણ થયા બાદ યુવતીએ પોલીસને આ વાતની જાણ કરીને પોતાના વતનમાં જતી રહી હતી, પરંતુ સાઇબર ક્રાઇમ સેલના પીઆઈ આર.જે. ચૌધરીએ આ રેકેટને જાણવા માટે સપ્ટેમ્બર મહિનાથી આ ભેજાબાજ યુવકની શોધ કરતી હતી, પણ તે કપડાંની જેમ સિમકાર્ડ બદલતો હતો. આખરે આ શખસની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે તેને ઝડપી લીધો છે.

કેટલાક ભેજાબાજો યુવતીઓને ફસાવવા પોતાની ફેક પ્રોફાઈલ મેટ્રિમોનિયલ સાઇટ પર મૂકે છે.
કેટલાક ભેજાબાજો યુવતીઓને ફસાવવા પોતાની ફેક પ્રોફાઈલ મેટ્રિમોનિયલ સાઇટ પર મૂકે છે.

પોલીસની કડક પૂછપરછમાં અનેક વાતો સામે આવી હતી
ચોંકાવનારી બાબત એવી છે કે યુવકની પોલીસ કડક પૂછપરછ કરી રહી હતી ત્યારે પણ તેને છેક સુધી પોલીસને પોતાનું ખોટું નામ જ કહેતો રહ્યો હતો, પરતું ડોક્યુમેન્ટના આધારે આ યુવકનું નામ સંદીપ શંભુનાથ મિશ્રા હોવાનું જાણવા મળ્યું છે. સંદીપની તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. આ અંગે સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે સંદીપ પોતે 10 ધોરણ પાસ છે અને અત્યારસુધીમાં 50 જેટલી યુવતીઓને અલગ અલગ વાતો કરીને તેમનું શારીરિક શોષણ કર્યું છે અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. અન્ય રાજ્યોમાં ભોગ બનેલી યુવતીઓનો અમે સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેઓ ખૂલીને સામે આવતી નથી.

યુવતીઓને વિશ્વાસમાં લેવા માટે નકલી માતા-પિતા પણ રાખ્યાં હતાં.
યુવતીઓને વિશ્વાસમાં લેવા માટે નકલી માતા-પિતા પણ રાખ્યાં હતાં.

ફોનમાંથી યુવતીઓના નગ્ન ફોટા મળ્યા
પોલીસ તપાસ દરમિયાન સંદીપ મિશ્રાનો ફોન તપાસતા તેમાંથી સંખ્યાબંધ યુવતીઓના સાદા ફોટા તેમ જ નગ્ન અને અર્ધનગ્ન ફોટા મળી આવ્યા છે. આરોપી ભોગ બનનારી યુવતીઓને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી ફોટા પાડી લેતો હતો અને કોઈ પણ રીતે તેમની પાસેથી પૈસા કે અન્ય વસ્તુઓ પડાવી લેતો હતો. ત્યાર બાદ સંપર્ક તોડી નાખતો હતો અને મોબાઇલ નંબર પણ બદલી નાખતો હતો.

ભેજાબાજ પાસેથી ગૂગલના એસઆર મેનેજરની સાથે જ IIM સહિતનાં ફેક સર્ટિફિકેટ્સ મળી આવ્યાં હતાં
ભેજાબાજ પાસેથી ગૂગલના એસઆર મેનેજરની સાથે જ IIM સહિતનાં ફેક સર્ટિફિકેટ્સ મળી આવ્યાં હતાં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો