તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ઇમર્જન્સી કોલ્સ ઘટ્યાં:108ને મળતાં 64 હજારથી ઘટી 15 હજાર થયા, ખાનગી વાહનમાં આવેલા દર્દીને પણ દાખલ કરવાના નિયમની અસર

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોવીડના કેસમાં ઉછાળો આવ્યાં બાદ 108 એમબ્યુલન્સને મળતાં દૈનિક કોલ્સની સંખ્યા 7થી 8 હજારથી વધીને 64 હજારે પહોંચી છે. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ખાનગી વાહનો દ્વારા દર્દીને દાખલ કરવાના લેવાયેલા નિર્ણયથી ઇમર્જન્સી કોલ્સની સંખ્યા ઘટીને 15 હજારે પહોંચી છે. એટલું જ નહિ, તેમજ હાલમાં અમદાવાદમાં કાર્યરત 130 એમબ્યુલન્સમાંથી 25ને નોન કોવિડ માટે અલગ કરવામાં આવી છે. સાથો સાથે રાજ્યમાં વધુ 150 એમબ્યુલન્સ શરૂ કરાઇ છે. આ નવા વધારા સાથે રાજ્યમાં કાર્યરત 800 જેટલી એમબ્યુલન્સમાંથી 533 એમબ્યુલન્સને કોવિડ દર્દીની સારવાર માટે જયારે અન્ય એમબ્યુલન્સ નોન કોવિડ સારવાર માટે ઉપલબ્ધ રહેશે.

108ના આંકડાઓ મુજબ, સામાન્ય દિવસો 108નો રિસ્પોનન્સ ટાઇમ 7થી 8 મિનિટથી વધીને 3થી 4 કલાકનો થયો હતો. પરંતુ, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ખાનગી વાહનો દ્વારા દર્દીને દાખલ કરવાના નિર્ણયથી ઇમર્જન્સી કોલ્સ 64 હજારથી ઘટીને 15 હજારે પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો