તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે 108 સેવાને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્ત દર્દીઓ 108નો સીધો સંપર્ક કરીને પ્રાથમિક તપાસ કરાવી શકશે - Divya Bhaskar
કોરોનાગ્રસ્ત દર્દીઓ 108નો સીધો સંપર્ક કરીને પ્રાથમિક તપાસ કરાવી શકશે
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કઠવાડા સ્થિત 108 સેન્ટરની મુલાકાત લઈ તમામ સેવાઓની સમીક્ષા કરી

રાજ્યમાં કોરોના સંક્રમિત તમામ દર્દીઓને વધુ સારી રીતે અને ઝડપથી સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સ સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. હવે શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓ 108નો સીધો સંપર્ક કરીને પ્રાથમિક તપાસ કરાવી શકશે. અમદાવાદ શહેરમાં 108ની 80થી વધુ એમ્બ્યુલન્સ કોવિડ દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદના કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સ સેન્ટર દ્વારા કાર્યરત સેવાઓ તેમજ તેની કાર્યપધ્ધતિનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા વિહંગાવલોકન કરવામાં આવ્યુ હતુ. 108 ની સાથે 104, 1100, 181 અભયમ, 112 જેવી અન્ય સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કંટ્રોલ સેન્ટર ખાતે સેવાઓનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા વિહંગાવલોકન કરાયું
કંટ્રોલ સેન્ટર ખાતે સેવાઓનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા વિહંગાવલોકન કરાયું

108 કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
આ અગાઉ કોરોનાગ્રસ્ત દર્દીને ક્યા સારવાર લેવી,કંઇ હોસ્પિટલમાં સારવાર અર્થે પથારી ખાલી છે તેવા પ્રશ્નો મુંઝવતા હતા.જેના કારણે દર્દીનો અમૂલ્ય સમય વેડફાતો હતો જેથી દર્દી તરફથી ક્યા મેળવવી તે નક્કી કરવામાં વિલંબ થતો. જેની દરકાર કરીને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં 108 કંટ્રોલ સેન્ટરથી તમામ કામગીરીનું મોનટરીંગ અને સંચાલન કરવામાં આવી રહ્યુ છે.કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે 108માં ફોન કરે ત્યારે અહીંના તબીબ દ્વારા તેમની સ્વાસ્થ્ય પૃચ્છા કરવામાં આવે છે દર્દીની સ્થિતિ ગંભીર ન જણાઇ આવતા અને અન્ય કોઇ પ્રકારની કોમોર્બિડિટી ન જણાતા દર્દીને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરાવવામાં આવે છે. 108 સેન્ટરની જ અન્ય એક સેવા 104 દ્વારા આવા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિનું સતત મોનટીરીંગ તેમજ દર્દીનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...