LRDની ભરતી પ્રક્રિયા શરૂ:ગુજરાત પોલીસ દળમાં LRDની 10,459 જગ્યાની ભરતી જાહેર, હોમગાર્ડના ફોર્મ લેવા ઉમેદવારોની પડાપડી; અંતિમ તારીખ 9 નવેમ્બર 2021

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી બોર્ડના અધ્યક્ષે પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી હતી
  • ફિઝિકલ બાદ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે મહિલાઓ માટે 1983 જગ્યા અનામત

ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી છે. શનિવારે જાહેરાતની સાથે જ આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઇ ગયા છે, જેમાં 9મી નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.

સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

તેઓએ જણાવ્યું છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓએ અલગથી અરજી કરવાની રહેશે. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે. ઉમેદવાર https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= પર અરજી કરી શકશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

PSI-LRDનો ફિઝિકલ ટેસ્ટ સાથે લેવાશે
જે ઉમેદવારોએ અગાઉ જાહેર થયેલી પીએસઆઇની ભરતીનું ફોર્મ ભર્યું હોય અને એલઆરડી માટે અરજી કરવા માગતા હોય તો અલગથી અરજી કરી શકશે. પીએસઆઇ અને એલઆરડી બંનેનો ફિઝિકલ ટેસ્ટ એકસાથે લેવાશે.

ટ્વીટ કરીને જાણકારી અપાઈ હતી
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.

100 દિવસમાં ભરતીનું આયોજન કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

શિક્ષિત યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવાશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ નિર્ણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે.

અરજી પ્રક્રિયા શરૂ, અંતિમ તારીખ 9 નવેમ્બર સુધી છે
પોલીસ દળમાં વર્ગ-3ની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ અને એસઆરપીએફ કોન્સ્ટેબલની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લોકરક્ષક ભરતી બોર્ડે અરજીઓ મગાવી છે. લોકરક્ષક દળની 10459 જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારો 9 નવેમ્બર, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી નિમણૂક અપાશે.

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત કમ્પ્યુટરની બેઝિક નોલેજનું સરકાર માન્ય સર્ટિફિકેટ અથવા ધો. 10 કે ધો. 12માં કમ્પ્યુટર વિષય હોવો જોઈએ.
  • વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 18થી 34 વર્ષ, એસસી, એસટી, એસઈબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે.
અન્ય સમાચારો પણ છે...