નવી તારીખ જાહેર:બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 13 ફેબ્રુઆરીએ પરીક્ષા, 3738 જગ્યા માટે 10.45 લાખ ઉમેદવાર

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઓક્ટોબર 2019માં રદ થયેલી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3738 જગ્યા માટેની આગામી 13 ફેબ્રુઆરી 2022ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવાર છે.

PSI અને LRDની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી
આ પહેલા PSI અને લોક રક્ષક દળની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. તેમજ PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં.

PSIથી લઈને ઇન્ટેલિજન્સ ઓફિસર સુધીનાં પદો પર ભરતી
આ પહેલા ઓક્ટોબર 2021માં કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...