ભાસ્કર એક્સક્લૂઝિવ:છેડતી-દુષ્કર્મ બદલ શિક્ષક સહિત 103ને પાસા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ ઝેવિયર્સના લંપટ શિક્ષક, ચાંદખેડાના વૃદ્ધ અને સ્કૂલ વાનના ડ્રાઈવર જેવા આરોપીઓને જેલમાં ધકેલાયા
  • 2021માં 862, 2022માં 230ના વધારા સાથે કુલ 1093ની પાસા હેઠળ ધરપકડ, 139ને તડીપાર પણ કરાયા

મિતેશ બ્રહ્મભટ્ટ
બાળકી - કિશોરીઓ તેમજ છોકરીઓ સાથે શારીરિક અડપલાં - દુષ્કર્મ કરનારા નરાધમો સામે પોલીસે પાસાની કાર્યવાહી કરી છે. જેના ભાગરૂપે પોલીસે ઝેવિયર્સ સ્કૂલના લંપટ શિક્ષક, સ્કૂલ વાનના ડ્રાયવર તેમજ એક સિનિયર સિટિઝનની પાસા હેઠળ ધરપકડ કરી છે. પોલીસે છેલ્લા કેટલાક સમયમાં 100થી વધુ આરોપીને પાસ કરી ધરપકડ કરી છે.

પીસીબી પીઆઈ તરલ ભટ્ટએ જણાવ્યું હતુ કે, 2021ના વર્ષમાં શહેર પોલીસે 863 અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરી હતી તેમજ 148 અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા હતા. જેની સરખામણીમાં 2022ના વર્ષમાં 1093 અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 139 અસામાજિક તત્વોને શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. 2021ના વર્ષ કરતાં 2022માં 230 વધારે લોકોને પાસા કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના આરોપી છેડતી - જાતીય સતામણી તેમજ દુષ્કર્મના છે.

પોલીસે અમદાવાદમાં 35 ક્રાઈમ હોટ સ્પોટ પણ ઓળખી કાઢ્યા
જો કે 2022માં જેટલા પણ અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમાં બાળકી - કિશોરી તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ-છેડતી તેમજ જાતિય સતામણી કરનારા 103 માણસોનો સમાવેશ થાય છે. જેમાં પહેલી જ વખત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક, એક સ્કૂલ વાનના ડ્રાઈવર તેમજ એક 62 વર્ષના વૃદ્ધની પાસા હેઠળ ધરપકડ કરી જેલ ભેગા કરી દેવાયા હતા. મહિલા સુરક્ષાને ધ્યાને રાખી પોલીસે અમદાવાદમાં 35 ક્રાઈમ હોટ સ્પોટ પણ ઓળખી કાઢ્યા છે.

ઝેવિયર્સના શિક્ષકે વિદ્યાર્થીનીને મેસેજ કર્યા
મેમનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પીટીના શિક્ષક ડો.રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ ધોરણ- 9 અને 10 માં ભણતી વિદ્યાર્થીનીઓને આઈ લવ યુ, મારે તને મળવું છે. તેવા મેસેજ મોકલતો હતો. તેમજ પીટીના પિરીયડમાં ગ્રાઉન્ડમાં રમી રહેલી વિદ્યાર્થીઓને તાકીને જોયા કરતો હતો. શિક્ષક સામે ફરિયાદ થતા પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી.

ચાંદખેડાના વૃદ્ધે બાળકીને બાથમાં ભીડી લીધી હતી
ચાંદખેડાના ભાનુપ્રતાપસિંહ તખતસિંહ રાણા(62) અવારનવાર સોસાયટીની મહિલાઓની છેડતી કરતો હતો. જો કે ભાનુપ્રતાપસિંહે લીફટમાં જ 9 વર્ષની કિશોરીને બાથમાં ભીડી લઈ ચુંબન કરી લીધું હતું. આ અંગે પોલીસે ભાનુપ્રતાપસિંહ વિરુદ્ધ ગુનો નોંધી તેની પાસા હેઠળ ધરપકડ કરી હતી.

સાઈબર ગુનામાં 58ની ધરપકડ
અમદાવાદમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. તેમાં પણ રોજના અંદાજે 30 થી 40 લોકો સાઈબર ક્રાઈમનો શિકાર થાય છે. અવારનવાર સાઈબર ક્રાઈમ આચરનારા 58ની શહેર પોલીસે 2022ના વર્ષમાં પાસા હેઠળ ધરપકડ કરી હતી.

અમદાવાદમાં સાઈબર ક્રાઈમના રોજ 40 કેસ

પાસાના આરોપીગુનાનો પ્રકાર
385ચોરી, લૂંટ,
ઘાડના ગુનેગાર
234મારા - મારી
257દારૂ
20જુગાર
100દુષ્કર્મ- છેડતી
8મની લોન્ડરિંગ
58સાઈબર ક્રાઈમ
7કસાઈ
8ગેર કાયદે હથિયાર
1

મિલકત પચાવી પાડનાર

અન્ય સમાચારો પણ છે...