તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:નવરંગપુરા અને પાલડી સહિતના વિસ્તારોમાં BU પરમિશન વિના ચાલતા 102 યુનિટને સીલ મારી દેવાયુ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCએ કાર્યવાહી કરતાં વેપારીઓ રોષે ભરાયા - Divya Bhaskar
AMCએ કાર્યવાહી કરતાં વેપારીઓ રોષે ભરાયા
  • છેલ્લા એક સપ્તાહમાં કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ સહિતના 2507 યુનિટ સીલ કરી દેવાયા

હાઈકોર્ટની ઝાટકણી બાદ AMC એક્શન મોડમાં આવીને શહેરમાં BU પરમિશન વિના ચાલતા યુનિટોને સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે AMCના એસ્ટેટ વિભાગે નવરંગપુરા અને પાલડી સહિતના વિસ્તારોમાં કુલ 102 યુનિટને સીલ મારી દીધું હતું. છેલ્લા એક સપ્તાહમાં કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ, સ્કૂલો સહિતના 2507 યુનિટ સીલ કરી દેવાયાં છે. સિલિંગ પ્રક્રિયા સામે વેપારીઓ રોષે ભરાયાં છે. તે ઉપરાંત સ્કૂલોને સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

AMCએ આજે કરેલી સિલિંગની કાર્યવાહી
AMCએ આજે કરેલી સિલિંગની કાર્યવાહી

મંગળવારે ઝોન પ્રમાણે સીલ કરવામા આવેલ યુનિટ
શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં નોર્કેસ્ટ હોલ, સીજી રોડ પર સ્થિત સ્વસ્તિક સેન્ટર, અર્જુન એવેન્યૂ અને પાલડીમાં બોમ્બે બિરિયાની સહિતના યુનિટને સીલ કરી દેવામા આવ્યું છે. AMCએ આજે પશ્ચિમ ઝોનમાં 61, પૂર્વ ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 26 અને ઉત્તર ઝોનમાં 9 યુનિટ થઈ આઠ મકાનોમાં કુલ 102 યુનિટને સીલ મારી દીધું છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું
ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું

છેલ્લા એક સપ્તાહમાં 2507 યુનિટ સીલ કરાયા
AMCએ 31 મેના રોજ સિલિંગ ઝુંબેશ શરુ કરી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં કુલ 2507 યુનિટ સીલ કરવામાં આવ્યાં છે. જેમાં કોમર્શિયલ 1245, હોટેલના 568 રૂમ, રેસ્ટોરન્ટના 92 યુનિટો, 49 સ્કૂલ, કોલેજ અને ક્લાસિસના 598 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 2507 યુનિટ સીલ કરાયાં છે.

રાણીપમાં વેપારીઓએ વિરોધ કર્યો
રાણીપમાં વેપારીઓએ વિરોધ કર્યો

રાણીપમાં વેપારીઓ પર પરેશાન
રાણીપ વિસ્તારમાં મારુતિ કોમ્પલેક્સમાં આવેલી 150 જેટલી દુકાનો સીલ કરી દેવામા આવતા વેપારીઓના રોજગાર ધંધા બંધ થઈ જતાં ફરી તેઓ બેરોજગાર બન્યાં છે. તેમણે દુકાનોના સીલ ખોલવા માટે અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓએ હાથમાં વાટકા લઈને તેમણે ભીખ માંગીને દુકાનોના સીલ ખોલવાની માંગ કરી હતી. AMCએ ગત 31મી મેથી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અત્યાર સુધીમાં 2200થી વધુ યુનિટ સીલ કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...