તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની કટોકટી:AMCએ શહેરની 11 હોસ્પિટલોને ઇમરજન્સીમાં 101 ઓક્સિજન સિલિન્ડર પુરા પાડ્યા, અન્ય હોસ્પિટલોમાં 428 સિલિન્ડર ભરી આપ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • AMCએ ઓક્સિજનનો પૂરવઠો હોસ્પિટલોને મળી રહે તે માટે ઓક્સિજન કંટ્રોલરૂમ શરૂ કર્યો.

શહેરમાં કોરોનાના ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધુ છે. જેના કારણે ઓક્સિજનની અછત ઊભી થઈ રહી છે. ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોના મહામારીને કંટ્રોલમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડીકલ ઓક્સિજનનો પૂરવઠો મળી રહે તે માટે ઓક્સિજન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી ઝડપથી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરો પાડી શકાશે.

કોવિડ હોસ્પિટલને ઓક્સિજન પૂરો પાડવા AMC કાર્યરત
શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલોની ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા 24 કલાક કામગીરી કરે છે. શુક્રવારે બપોરે 2 વાગ્યાથી આજે શનિવારે બપોરે બે વાગ્યા સુધી શહેરની 43 હોસ્પિટલોએ ઓક્સિજનના સિલિન્ડરની રીફીલિંગ માટે કંટ્રોલ રૂમ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકીની 11 હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી વ્યવસ્થામાંથી 101 સિલિન્ડર ઇમરજન્સીમાં પુરા પાડવામાં આવ્યા હતા.

આ હોસ્પિટલોને AMCએ ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડ્યા
આ હોસ્પિટલોને AMCએ ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડ્યા

11 હોસ્પિટલોને 101 સિલિન્ડર પૂરા પાડ્યા
નારણપુરાની સોલાર હોસ્પિટલમાં 10, નવરંગપુરાની સામવેદ હોસ્પિટલમાં 12, મીઠાખળીની નેબલ ગેસ્ટ્રો હોસ્પિટલમાં 5, પાલડી એઇમ્સ હોસ્પિટલમાં 5, વાડજની સપંદન હોસ્પિટલમાં 10, ચાંદખેડા SMS હોસ્પિટલમાં 15, મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં 5, વસ્ત્રાપુર DSS હોસ્પિટલમાં 5, SVP બાયોમેડીકલ હોસ્પિટલમાં 23, ઠક્કરબાપા નગરની સહજાનંદ હોસ્પિટલમાં 3 અને વટવા સ્પર્શ હોસ્પિટલમાં 8 મળી કુલ 101 સિલિન્ડર પુરા પાડ્યા હતા.

અન્ય હોસ્પિટલોને ટેન્કર મારફતે લિક્વિડ ઓક્સિજન પહોંચાડ્યો
​​​​​​​
આ ઉપરાંત જુદી જુદી હોસ્પિટલોમાં મૂકવામાં આવેલા એક કિલોલીટર પોર્ટો કાયો ટેન્ક જરૂરિયાત મુજબ રીફિલિંગ કરી આપવામાં આવે છે. જેમાં એસએમએસ હોસ્પિટલ, પરીખ હોસ્પિટલ, જીવરાજ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, કોઠીયા હોસ્પિટલ ,આનંદ હોસ્પિટલ તેમજ કાનબા હોસ્પિટલને ટેન્કર મારફતે સ્થળ પર જ લિકવિડ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો