ફરી મોતના આંકડા શંકાના ઘેરામાં:સરકારી ચોપડે કોરોનાથી અત્યાર સુધીમાં 10100ના મોત, પણ સરકારે 22 હજાર કોરોના મૃતકોના વારસદારોને સહાય ચૂકવી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • કોવિડ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેકથી મૃત્યુ પામનાર લોકોને પણ સહાય આપવામાં આવી છે: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
  • કોરોના સહાય માટે 11 ડિસેમ્બર સુધીમાં 43 હજારથી વધુ ફોર્મ વહેંચાઇ ગયા હતા

કોરોનાના કારણ કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓમાં ફરક હોવાની ચર્ચા સતત ચાલતી જ રહી છે અને હજુ પણ ખરેખર કોરોનાએ કેટલા લોકોનો ભોગ લીધો એ ચર્ચાનો વિષય છે. ત્યારે સરકારે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામેલ 22,000 મૃતકોના વારસદારોને રૂ 50 હજાર સહાય ચુકવી છે. બીજીતરફ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, 38 હજાર જેટલી કુલ અરજીઓ અત્યાર સુધી આવી છે. પરંતુ સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોનાથી 10,100 લોકોના મોત થયા છે જે બાદ ફરીએકવાર કોરોના મૃતકોના મોતના આંકડાઓ પર સવાલો ઉભા થયા છે.

ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, નામદાર સર્વોચ્ચ અદાલતે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટીવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં DBT દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ.50 હજારની સહાય જમા કરાવી છે.

22 હજાર જેટલા લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે
મંત્રીએ કહ્યુ હતું કે, નામદાર સર્વોચ્ચ અદાલતે કોવિડથી થયેલા મૃત્યુની કરેલી નવી વ્યાખ્યા મુજબ ગુજરાત સરકારે પહેલ કરીને કુલ 38 હજાર અરજીઓમાંથી અત્યારે ચકાસણી કરીને 22 હજાર જેટલા લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાત સરકારે કોવિડથી થયેલા મૃત્યુની કરેલી વ્યાખ્યા મુજબ 10093 અરજીઓ આવી હતી પણ નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા કોવિડ મૃત્યુની વ્યાખ્યા વિસ્તૃત બનાવતા હવે આ સંખ્યામાં વધારો થયો છે. કોવિડ ટેસ્ટ પોઝિટીવ બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામેલા વારસોને નિયત કરેલા માપદંડ મુજબ રાજ્ય સરકાર રૂ.50,000ની સહાય આપવા કટિબદ્ધ છે. આ સહાય માટેના ફોર્મ તમામ હોસ્પિટલ્સ તેમજ કલેક્ટર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આ ફોર્મ ઓનલાઇન અથવા ઓફલાઇન પણ ભરી શકાય છે તેમ પણ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વડોદરામાં કોરોના મૃત્યુ સહાય આ રીતે અપાઈ
▪️ અત્યાર સુધીમાં વિતરણ કરેલ ફોર્મ: 3007

▪️ પરત આવેલ ફોર્મ: 4730

▪️ મંજૂર કરેલ કેસ: 3919

▪️ સહાય ચૂકવેલ કેસ: 2714

▪️ચૂકવેલ સહાય: રૂ.13 કરોડ

▪️ચૂકવેલ સહાય: રૂ.3.57 કરોડ

11 ડિસેમ્બર સુધીમાં 43 હજારથી વધુ ફોર્મ વહેંચાયા
કોરોના સહાય માટે 11 ડિસેમ્બર સુધી 43 હજારથી વધુ ફોર્મ વહેંચાઇ ગયા હતા. જેમાથી 26 હજારથી વધારે ફોર્મ તો ભરાઇને પણ પરત આવી ગયા હતા અને 17 હજારથી વધારે લોકોને સહાય પણ ચુકવાઇ ગઇ છે. ચાર મહાનગરોવાળા જિલ્લાઓમાં સૌથી વધારે ફોર્મ વહેંચાયા હતા. અમદાવાદ શહેર-જિલ્લામાં 10 હજારથી વધારે ફોર્મ વહેંચાયા હતા, જેમાંથી 5200થી વધુ ભરાઇને પરત પણ આવી ગયા હતા. વડોદરા શહેર-જિલ્લામાં 3 હજારથી વધારે ફોર્મ સામે 1500 ભરાઇ ગયા હતા. સુરતમાં ચાર હજારથી વધારે ફોર્મ લોકો લઇ ગયા છે જ્યારે 1700થી વધુ ભરાઇ ગયા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

રાજકોટ તાલુકામાં 200, ગોંડલ તાલુકામાં 88 લોકો સહાય ચૂકવાઇ
રાજકોટ જિલ્લામાં પણ કોરોના મૃત્યુ સહાય ચૂકવવામાં આવી રહી છે. જેમાં ગોંડલ તાલુકામાં ગોંડલ મામલતદારના જણાવ્યાનુસાર, 88 લોકોને, રાજકોટ તાલુકામાં રાજકોટ મામલતદારના જણાવ્યાનુસાર 200 લોકોને મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મૃત્યુ સહાયના ફોર્મનું વિતરણ જેતે તાલુકામાં થાય છે અને તાલુકા મથકે જ લાભાર્થીએ ફોર્મ ભરીને પરત આપવાના હોય છે.

11 ડિસેમ્બર સુધીમાં આ જિલ્લાઓમાં સૌથી વધારે સહાય ફોર્મ વહેંચાયાં

જિલ્લોમોતફોર્મ વહેંચાયાંફોર્મ ભરાયાંસહાય ચૂકવાઇ
અમદાવાદ341110,50052004259
ગાંધીનગર20549441949796
રાજકોટ726510026482075
સુરત1957429717661731
વડોદરા788293619691575
કચ્છ14515331073535

11 ડિસેમ્બર સુધીમાં આ જિલ્લાઓમાં સોથી ઓછાં સહાય ફોર્મ વહેંચાયાં

જિલ્લોમોતફોર્મ વહેંચાયાંફોર્મ ભરાયાંસહાય ચૂકવાઇ
ડાંગ18685241
છોટાઉદેપુર381188038
તાપી242025959
નર્મદા15181181120
પોરબંદર1920510577
મહિસાગર7224510681
અન્ય સમાચારો પણ છે...