તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 1000 Oxygen Constructors Sent By Vishwa Umiyadham USA Team Will Arrive, Mini Lockdown In Half Of Gujarat, Night Curfew In 36 Cities Including 7 More Cities Till May 12

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:વિશ્વ ઉમિયાધામ-USA ટીમે મોકલેલા 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર આવશે, અડધા ગુજરાતમાં મિની લોકડાઉન, વધુ 7 શહેર સહિત 36 શહેરમાં 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ

11 દિવસ પહેલા

નમસ્કાર!

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 નામની બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહને આજે અમેરિકાથી આવેલું ઈન્જેક્શન અપાશે. એક દિવસના બ્રેક બાદ અમદાવાદમાં 45+ ઉંમરના નાગરિકોને આજથી ફરી વેક્સિન આપવામાં આવશે.ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,253.51-465.01
ડોલરરૂ.73.86-0.07
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ----

આ 3 ઘટના પર રહેશે નજર

1) વિશ્વ ઉમિયાધામ-USA ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલશે, આજે અમદાવાદ એરપોર્ટ પર આવશે.

2) સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 નામની બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહને આજે અમેરિકાથી આવેલું ઈન્જેક્શન અપાશે.

3) એક દિવસના બ્રેક બાદ અમદાવાદમાં 45+ ઉંમરના નાગરિકોને આજથી ફરી વેક્સિન આપવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) અડધા ગુજરાતમાં મિની લોકડાઉન, વધુ 7 શહેર સહિત 36 શહેરમાં 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ

રાજ્યના 29 શહેરોમાં 5 મેના રોજ રાત્રિ કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી છે. જેને પગલે 6 મેથી નવા નિયંત્રણો અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. જેને કારણે અડધા ગુજરાતમાં મિની લોકડાઉન લાગુ થઈ જશે.

વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં ફરી કોરોનાના નવા કેસનો આંકડો 13 હજારને પાર, 13050 નવા કેસ સામે 12121 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 131ના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. 4મેના રોજ 13,050 નવા કેસ નોંધાયા છે અને જ્યારે 12,121 દર્દી સાજા થયા છે. તેમજ 131 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 20 હજાર 472ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,779 થયો છે.

વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં 45+નું વેક્સિનેશન બંધ, કોરોના રસીકરણના ટોકન માટે લોકોની પડાપડી, ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે.

વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં કોરોનાથી રિકવર થયેલા 2000થી વધારે દર્દીનું સુગર લેવલ 300થી 400 સુધી વધ્યું

જે રેમડેસિવિર ઇન્જેક્શનને કોરોનાનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે એ ઇન્જેક્શન લોકોનું આરોગ્ય માટે હાનિકારક બની રહ્યું છે. રેમડેસિવિરના ડોઝ લેનાર દર્દીઓ એવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે.નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટ ડૉ.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે વારંવાર સીટી સ્કેન શરીર માટે હાનિકારક છે, તેનાથી કેન્સરનું જોખમ છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગર વધી જાય છે. ડાયાબિટિસના દર્દીઓનું સુગર લેવલ 400 સુધી પહોંચી જાય છે.

વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટમાં 272 CRP સ્કોર, 4200 ડી- ડાયમર છતાં 5 દિવસની સરકારી સારવારમાં મહિલા કોરોના સામે વિજયી

રાજકોટના જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સદ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી-ડાયમર 4200 અને સી.ટી. સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટમાં બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જ્યાં ત્રણ એમ.ડી. ડોક્ટરે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી. બાદમાં વીરનગર કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા અને માત્ર પાંચ દિવસમાં જ કોરોના સામે વિજયી બન્યા.

વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો