• Gujarati News
  • Business
  • 1000% Increase In Investment Of Gujaratis In A Year; The Number Of Ahmedabadis Investing In Crypto Has Increased By 1065%

ક્રિપ્ટો ક્રેઝ:ગુજરાતીઓના રોકાણમાં વર્ષમાં 1000%નો વધારો; ક્રિપ્ટોમાં રોકાણ કરતાં અમદાવાદીઓની સંખ્યા 1065% વધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મહિલા રોકાણકારોની સંખ્યા પુરુષોની સરખામણીએ નોંધપાત્ર વધુ

સૌરાષ્ટ્રની હવામાં ઉછળેલુ ચપ્પલ સીધુ પડશે કે ઉંધુ, ડીસાની બજારમાંથી પસાર થતી મહિલાને બાબો આવશે કે બેબી કે અમદાવાદની પોળમાં બેસીને નોટના નંબર ઉપર પણ લાખ્ખો કરોડોનો સટ્ટો ખેલી નાંખનારા ગુજરાતી રોકાણકારોને ક્રિપ્ટો નામનું નવું રમકડું આજકાલ બખ્ખાં કરાવી રહ્યું છે.

એક વર્ષમાં ગુજરાતીઓએ ક્રિપ્ટોના સટ્ટામાં કર્યું છે. તેના કારણે જ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં આગલાં વર્ષની સરખામણીએ રોકાણકારોની સંખ્યામાં પણ 1088.33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે પૈકી 47 ટકા રોકાણકારો છેલ્લા છ માસમાં ક્રિપ્ટો માર્કેટ સાથે જોડાયા હોવાનું દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરેક્સનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે. તેના અહેવાલ અનુસાર, ક્રિપ્ટોમાં રોકાણ કરતાં અમદાવાદીઓની સંખ્યા 1065 ટકા જ્યારે વડોદરામાંથી 1300 ટકા, અને સુરતમાંથી 900 ટકા વધી છે. કોવિડ મહામારી બાદ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનો ટ્રેન્ડ સતત વધ્યો છે.

વઝીરેક્સમાં હાલ 1 કરોડથી વધુ ભારતીય રોકાણકારો 43 અબજ ડોલરનું ટ્રેડિંગ કરી રહ્યાં છે. જે 2020 સામે 1735 ટકા વૃદ્ધિ દર્શાવે છે. મહિલા યુઝર્સ 1009 ટકા જ્યારે પુરૂષોની સંખ્યા 829 ટકા વધી છે. જોકે, વઝીરેક્સ પાસે ચોક્કસ આંકડો નથી. તેણે કરાવેલા સર્વેના આધારે આ આંકડા જાણવા મળ્યા છે.

માર્કેટમાં ગુજરાતીઓની સંખ્યા 32 ટકા વધી
બીએસઈ ખાતે રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાંથી રોકાણકારોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 32.39 ટકા વધી 1.02 કરોડ થઈ છે. જ્યારે અત્યંત નવા અને ડેઈલી 3થી 4 હજાર ડોલરની વોલેટિલિટી ધરાવતા ક્રિપ્ટો માર્કેટમાંથી કમાણી કરવા યુવા રોકાણકારોની સંખ્યા વધી છે. ફુગાવા સામે હેજિંગ મારફત રોકાણને સુરક્ષિત રાખવા 35 વર્ષથી નીચેના વય જૂથમાં ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ વધ્યું છે. માર્કેટમાં 66 ટકા યુઝર્સ આ વય જૂથના છે.

44 ટકા લોકોના પોર્ટફોલિયોમાં 10 ટકા ઈન્વેસ્ટમેન્ટ ક્રિપ્ટોમાં
વઝીરેક્સના સર્વેમાં 44 ટકા લોકો પોતાના પોર્ટફોલિયોમાં 10 ટકા ઈન્વેસ્ટમેન્ટ ક્રિપ્ટોમાં કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 51થી વધુ વયજૂથ ધરાવતો માત્ર 11 ટકા વર્ગ અને 18થી 24 વયજૂથના 29 ટકા લોકો પોતાના પોર્ટફોલિયોના 50 ટકા રોકાણ ક્રિપ્ટોમાં કરે છે.

ક્રિપ્ટોમાં રોકાણ વધવા પાછળના કારણો

  • કોવિડ-19ની આર્થિક કટોકટીમાં ઓનલાઈન મૂડી કમાવાનો રસ્તો
  • ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જીસ મારફત રોકાણ કરવાની સુવિધા વધી
  • 82 ટકા વઝીરેક્સના યુઝર્સ પણ ક્રિપ્ટો રોકાણમાંથી નફો કમાયા
  • ક્રિપ્ટોને માન્યતાં અંગે કેન્દ્ર સરકારના પોઝિટિવ સ્ટેટમેન્ટની અસર
  • શિયાળુ સત્રમાં ક્રિપ્ટો રેગ્યુલેશન બિલ રજૂ થવાના અહેવાલો

ક્રિપ્ટો બિલ ઈનોવેટિવ માર્કેટમાં રોજગાર અને સંપત્તિનું સર્જન કરશે
ક્રિપ્ટો કરન્સી અંગે પોઝિટીવ રેગ્યુલેશન્સ બિલ મંજૂર કરવામાં આવે તો ઈનોવેટિવ ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીમાં રોજગારનું સર્જન થશે. 2030 સુધીમાં આ સેગમેન્ટમાં 8 લાખથી વધુ રોજગારી મળવાનો આશાવાદ છે. ઉપરાંત ભારતીયો સંપત્તિનું સર્જન કરી આત્મનિર્ભર બનશે. - નિશ્ચલ શેટ્ટી, સીઈઓ, વઝીરેક્સ

અન્ય સમાચારો પણ છે...