તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતની ખબર:અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા ખાનગી હોસ્પિટલોમાં 1 હજારથી વધુ બેડ ખાલી, ઓક્સિજનના 32 બેડ તથા 2 વેન્ટિલેટર ઉપલબ્ધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં 1 હજારથી વધુ બેડ ખાલી.
  • હાલમાં શહેરમાં 171 ખાનગી હોસ્પિટલો, 46 કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાની સારવાર ચાલું.

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. છેલ્લા બે દિવસથી નવા કેસની સામે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. પરિણામે હવે હોસ્પિટલો બહાર લાઈનો ગાયબ થવા લાગી છે. બેડની સમસ્યા પણ મહદ અંશે ઓછી થઈ છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી 173 ખાનગી હોસ્પિટલો અને 46 કોવિડ કેર સેન્ટરમાં 8મી મેના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ AMC અને પ્રાઈવેટ ક્વોટાના 32 ઓક્સિજન બેડ અને 2 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં 1046 બેડ ખાલી છે
શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ સેન્ટરોમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 11489 બેડમાંથી 3863 બેડ ખાલી છે, જેમાં 1046 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં AMC અને પ્રાઈવેટ ક્વોટાના થઈને આઈસોલેશનના 673, HDUના 340 બેડ તથા 31 ઓક્સિજન બેડ તથા 2 વેન્ટિલેટર ખાલી છે. AHNAની વેબસાઈટ મુજબ, 8મી મેના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 173 ખાનગી હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટાના 6321 તથા AMC ક્વોટાના 849 બેડ મળીને આઇસોલેશન વોર્ડમાં 1796, HDUમાં 2758, ICUમાં 1095 અને ICU વિથ વેન્ટિલેટર પર 475 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનાં 1529 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના કુલ 581 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 33, HDUમાં 162, વેન્ટિલેટર વિનાના ICUમાં 57 અને વેન્ટિલેટર પર 31 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 46 કોવિડ કેર સેન્ટરમાં 2027માંથી આઇસોલેનનાં 1529 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 2757 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 615 બેડ, HDUમાં 1100, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 68 અને વેન્ટિલેટર પર 11 દર્દી સારવાર લઈ રહ્યા છે.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડ જાણવા હેલ્પલાઈન નંબર
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વાસ્થ્ય વિશે તથા ખાલી બેડની સ્થિતિ વિશે જાણવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ધન્વંતરિ કોવિડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર મનિષ કુમારને +91 6357-374805 નંબર પર દિવસમાં એકવાર ફોન કરીને માહિતી મેળવી શકાશે. ફોન કરવા માટેનો અનુકૂળ સમય સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધીનો છે.

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમનાં સગાંની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમનાં સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે એ માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે. તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.