તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 નોટઆઉટ:અમદાવાદના 100 વર્ષીય વૃદ્ધે ડાયાબિટીસ-હાઈપરટેન્શન છતાં 7 દિવસમાં કોરોનાને માત આપી, હોસ્પિટલમાં બેડ ન મળતાં ઘરમાં સારવાર લીધી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • ડોક્ટરની સલાહ મુજબ સમયસર દવા- ખોરાક લેવાથી ઝડપથી હું સાજો થયો-મનસુખભાઈ ગાંધી
  • કોરોનાથી ડર્યા વગર સમયસર સારવાર લો તો તમે પણ કોરોનાને હરાવી શકશો -મનસુખભાઈ ગાંધી

દેશભરમાં કોરોના બેકાબુ બન્યો છે. એક સપ્તાહ પહેલા હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન, ઈન્જેકશન અને દવાઓની અછત હતી. દર્દીઓએ કલાકો સુધી હોસ્પિટલ બહાર રાહ જોવી પડી હતી અને ઓક્સિજનની કમીના કારણે કેટલાક દર્દીઓ હોસ્પિટલ બહાર જ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે નારણપુરા વિસ્તારના 100 વર્ષીય વૃદ્ધે હોમ ક્વોરન્ટીન રહીને જ એક સપ્તાહમાં કોરોનાને માત આપી છે. એ પણ ડાયાબિટીસ અને હાઈપરટેન્શની બીમારી હોવાછતાં.

હોસ્પિટલમાં જનરલ બેડ જ મળતા હતા
અમદાવાદના નારણપુરા રહેતા 100 વર્ષીય મનસુખ ગાંધીને કોરોનાના લક્ષણ જણાતા તેઓના પરિવારજનોએ તેમનો RT-PCR ,CT SCAN અને બ્લડ રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારબાદ સિટીસ્કેનના રિપોર્ટ માં તેઓને 12 ટકા ઇન્ફેક્શન જોવા મળ્યું અને બ્લડ રિપોર્ટમાં તેઓ નો D-DIMMERનો સ્કોર 2400 જોવા મળ્યો સાથે RT-PCRનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓએ હોસ્પિટલમાં બેડ શોધવાનું શરૂ કર્યું પરંતુ તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જનરલ બેડ મળતાં તેમણે જાણીતા પલમોલોજીસ્ટ ડૉક્ટરને ઓક્સિજન વિથ ICU બેડ માટે કોઈ વ્યવસ્થા થાય તે માટે પૂછ્યું ત્યારે હોસ્પિટલમાં બેડ ન મળતાં ડોક્ટરે પરિવારજનોને કહ્યું કે, તમારે તેઓને જનરલ બેડમાં જ દાખલ કરવા પડશે.

મનસુખ ગાંધીની ડોક્ટરે 5 દિવસ ઘરે આવીને સારવાર કરી
મનસુખ ગાંધીની ડોક્ટરે 5 દિવસ ઘરે આવીને સારવાર કરી

ડોક્ટર ઘરે વિઝિટ કરીને સારવાર આપી
પરિવારજનોએ ડોક્ટરને કહ્યું કે, તેમને ઘરે સરવાર મળે તેમ શક્ય છે? જેથી ડોક્ટરે કહ્યું કે, હા જો તેઓ ડૉક્ટરની સલાહ અનુસાર દવા અને ખોરાક લેશે તો તેઓ સાજા ઝડપથી થઈ શકે છે. જેથી તેઓને ઘરે અલગ રૂમમાં જ ક્વોરન્ટીન કરવામાં આવ્યા. તેઓને સતત પાંચ દિવસ ડોક્ટરની ટીમ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું અને જરૂરી દવાઓ પણ આપી હતી. ત્યારબાદ તેઓને ડોક્ટર ઘરે રહીને દવાઓ લેવા જણાવ્યું હતું. જોકે ડોક્ટરની સારવાર બાદ કોરોનાની અસર ઘટવા માંડી અને આખરે 7 દિવસ બાદ તેઓએ કોરોનાને માત આપી અને તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. આટલી ઉંમરે પણ તેઓએ સહેજ પણ ડર્યા વગર હિંમતથી કોરોનાનો સામનો કર્યો અને હાલ તેઓ સ્વસ્થ છે. જોકે તેઓ કોમોર્બીટ પેશન્ટ છે. તેમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ છે છતાં તેઓએ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લઈને આજે સ્વસ્થ છે

પ્રપૌત્ર પંકજ કહે છે કે તેઓ સમયસર દવા અને ખોરાક લેતા
પ્રપૌત્ર પંકજ કહે છે કે તેઓ સમયસર દવા અને ખોરાક લેતા

કોરોનાને હરાવીને એકદમ સ્વસ્થ છે
કોરોનાને માત આપી ચૂકેલા મનસુખ ગાંધીએ જણાવ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. સમયસર તેની સારવાર થાય તો તેને રોગથી આપણે બચી શકીએ છીએ. મને સામાન્ય લક્ષણ જણાતા મેં બધા રિપોર્ટ કરાવ્યા હતા .રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, બ્લડ રિપોર્ટ અને સિટીસ્કેન રિપોટ પણમાં પણ સંક્રમણ હોવાનું સામે આવ્યું . હું ડોક્ટરની સલાહ મુજબ ક્વોરન્ટીન રહ્યો. તેઓએ 5 દિવસ સતત મારા ઘરે આવીને સારવાર આપી અને મેં 7 દિવસે કોરોનાને હરાવ્યો. આજે મને કોઈ તકલીફ નથી. હું સ્વસ્થ છું મારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

એક જ રૂમમાં 7 દિવસ રહ્યા
તેમના પ્રપૌત્ર પંકજ ગાંધીએ જણાવ્યું કે, તેઓને આ રિપોર્ટ કરાવ્યા બાદ બધી હોસ્પિટલમાં જનરલ બેડ જ મળતા હતા એટલે અમે ડોક્ટરને કહ્યું અને તેઓના માર્ગદર્શન મુજબ ઘરે સારવાર અપાવી. તેઓ સમયસર દવા અને ખોરાક પણ લેતા હતા અને એક રૂમમાં જ તેઓ 7 દિવસ રહ્યા હતા. હાલ તેઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે અને તેઓ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...