કોરોના વેક્સિનેશન:કુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા, સૌને વેક્સિન લેવા પ્રાર્થના કરી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનના બે ડોઝ લેનારા મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર - Divya Bhaskar
વેક્સિનના બે ડોઝ લેનારા મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર
  • કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આપણે સૌ કોઈએ ભગવાને પ્રાર્થના કરવી જોઈએ: સાધુ પ્રેમવત્સલદાસજી
  • 100 વર્ષે વેક્સિનનો બીજો ડોઝ લઈને મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ લોકોને વેક્સિન લેવા અપીલ કરી

કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતમાં વેક્સિનેશન ઝડપી કરાયું છે. 1લી મેથી દેશભરમાં 18થી મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન અપાશે. અત્યાર સુધી 45થી તેથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ દરમિયાન 24 એપ્રિલના રોજ સાંજ સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને કુમકુમ મંદિરના સર્વ સંતોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સત્સંગીઓ અને ભારત દેશની પ્રજાને બે હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે, કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાનું સર્વ શ્રેષ્ઠ સાધન વેક્સિન છે તો તે અવશ્ય સૌએ લેવી જોઈએ.

100 વર્ષના મહંતે વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અમે પહેલી વેક્સિન તા. 4 માર્ચના રોજ લીધી હતી અને બીજી વેક્સિન અત્યારે લીધી છે, વેક્સિન લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. અમને તો તાવ પણ આવ્યો નથી. અને કોઈ જ મુશ્કેલી પડી નથી. તેથી સૌને વિનંતી કરીએ છીએ કે, વેક્સિન અવશ્ય લેશો. આ સાથે જ કુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા અને સૌને વેક્સીન લેવા માટે પ્રાર્થના કરી.

વેક્સિનનું સર્ટીફીકટ હાથમાં લઈને સૌને વેક્સિન લેવા માટે અપીલ કરતાં કુમકુમ મંદિરના મહંત
વેક્સિનનું સર્ટીફીકટ હાથમાં લઈને સૌને વેક્સિન લેવા માટે અપીલ કરતાં કુમકુમ મંદિરના મહંત

'વેક્સિનથી જ કોરોના જલ્દી નાબૂદ થશે'
તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા,યુ.કે જેવા દેશોમાં પણ કોરોના વાયરસ વધુ ફેલાયો હતો. પરંતુ હાલ, તે દેશોમાં કોરોના વાયરસ સામે લડવામાં સફળતા પ્રાપ્ત થઈ હોય તો તેનું મુખ્ય કારણ વેક્સિન જ છે. તેથી આપણા ભારત દેશના નાગરીકો જેટલી મોટી સંખ્યામાં અને જલ્દીથી વેક્સિન લઈશું તેટલી આ કોરાનાની ઉપાધિ જલ્દી નાબૂદ થશે.

મંદિરમાં સંતો દ્વારા સૌની સલામતી માટે મહામંત્રની ધૂન કરાઈ
મંદિરમાં સંતો દ્વારા સૌની સલામતી માટે મહામંત્રની ધૂન કરાઈ

525 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાઈ
ભારતના દેશના વૈજ્ઞાનિકોએ અને આપણા ડૉક્ટરોએ આટલી બધી મહેનત કરીને વેક્સિન બનાવી છે તે સંપૂર્ણ સફળ થયેલ છે. તો તેના ઉપર વિશ્વાસ રાખીને વેક્સિન લેવી જોઈએ. આપણે હજામત કરાવવા માટે જઈએ છીએ, ત્યારે તે માણસ ઉપર પણ વિશ્વાસ રાખીએ છીએ, કે મારું ગળું નહી કાપી નાંખે ને ? તો દેશના વૈજ્ઞાનિકો ઉપર આપણે કેમ વિશ્વાસ ના રાખીએ ? અવશ્ય વિશ્વાસ રાખવો જ જોઈએ. સાથે જ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સૌની રક્ષા કરે તે માટે 525 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પણ કરવામાં આવી હતી.