શ્રાવણમાં ભક્તિ:સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા 100 વર્ષિય મહંત આનંદપ્રિયદાસજીએ સ્વામિનારાયણ ભગવાનની રજત તુલા કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણની રજત તુલાની તસવીર - Divya Bhaskar
ભગવાન સ્વામિનારાયણની રજત તુલાની તસવીર
  • જે માણસ ભગવાનની ભક્તિ વિનાનું જીવન જીવે છે, તેનો કોઈ અર્થ નથી: પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા શ્રાવણ વદ ત્રીજના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રજત તુલા કરી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાનની નવધા ભક્તિનું કરવાનું ખૂબ જ મહત્વ છે. તેથી શ્રાવણ માસની અંદર ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. શાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી કુમકુમ મંદિર દ્વારા શ્રી જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની 15 પારાયણ કરવામાં આવી હતી અને રજત તુલા, રસતુલા ( ફળફલાદી), શર્કરા તુલા, આભૂષણ તુલા, ધન તુલા, ઘૃતમ તુલા વિવિધ તુલાઓ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિર ના સર્વે સંતો અને દેશ-વિદેશમાં વસતા સર્વે સત્સંગીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી ને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે.

શ્રાવણ માસ દરમ્યાન શ્રી પ્રેમવત્સલદાસજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પરમ પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય મંદિરે દર્શન કરવા જવું જોઈએ. આ મનુષ્ય શરીર જ બંધન અને મોક્ષનું કારણ છે.જેમ બારણું ખોલવા અને બંધ કરવાની ચાવી એક જ હોય, પણ ચાવી કઈ બાજુ ફેરવો છો તેના આધારે બારણું ખૂલે અને બંધ થાય.તેમ આ મનુષ્ય શરીરથી જો ભગવાન ભજીએ તો મોક્ષ થઇ થકે છે.

જે માણસ ભગવાનની ભક્તિ વિનાનું જીવન જીવે છે, તેનો કોઈ અર્થ નથી. ભક્તિ વગરનું, સેવા વગરનું જીવન પચ્ચીસ વર્ષ જીવે કે પાંસઠ વર્ષ જીવે શું ફર્ક પડે છે? ખરા અર્થમાં જે ભગવદમય જીવન જીવે છે તે જ જીવ્યો ગણાય છે. દિવસમાં પાંચ વખત તો અવશ્ય ભગવાનને સંભારવા જ જોઈએ. એટલે કે, દિવસમાં પાંચ વખત નિત્ય ભગવાનની માનસી પૂજા અવશ્ય કરવી જોઈએ.નિત્ય ભગવાનનાં મંદિરમાં જઈને દર્શન કરવા જોઈએ.એમાંય આવાં પરમ પવિત્ર શ્રાવણમાસમાં ભક્તિ અવશ્ય સવિશેષ કરવી જ જોઈએ.