પ્રભુ દર્શન:મણિનગર સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે 435 દિવસે પવિત્ર શ્રાવણ માસમાં 100 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામી પધાર્યાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર - Divya Bhaskar
મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર
  • જીવનમાં સુખી થવું હોય તો ભૂતકાળ ને ભૂલતા શીખવું જોઈએ: સાધુ પ્રેમવત્સલદાસજી

સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર મણિનગરના 100 વર્ષીય મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી 435 દિવસ પછી મંદિર પધાર્યાં. તેના કારણે સંતો - સત્સંગીઓ આનંદ પામ્યા હતા અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાની વાતોની 25 પારાયણ કરવામાં આવી હતી અને કથામૃતનું પાન શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કરાવ્યું હતું અને કીર્તન ભક્તિ યોજાઈ હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરાના વાયરસના કારણે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વાસ્થ્યના હિતને ઘ્યાનમાં રાખીને તેઓશ્રી કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે નિવાસ કરીને રહ્યાં હતા. તેઓ 435 દિવસે પાછા કુમકુમ મંદિર મણિનગર ખાતે પધાર્યાં હતા. હવે સંતો હરિભક્તોને તેમના દર્શન સમાગમનું સુખ પ્રાપ્ત થશે એટલે સૌ આનંદિત થયા હતા. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સંતની દીક્ષા ગ્રહણ કરી તેને 79 વર્ષ થઈ ગયા છે. સત્સંગ પ્રચાર અર્થે તેઓ લંડન, અમેરકા, કેનેડા, દુબઈ, નાઈરોબી અનેક વખત પધાર્યા છે. પરંતુ મંદિરથી બહાર સૌ પ્રથમ વખત તેમને 435 દિવસ નિવાસ કરવાનું કોરોના વાયરસના કારણે બન્યું હતું. આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, કોરાના વાયરસની ત્રીજી લ્હેર થકી સૌની રક્ષા કરે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવું હોય તો ભૂતકાળ ને ભૂલતા શીખવું જોઈએ. આપણા રોજીંદા જીવનમાં દિવસની શરૂઆતથી રાત સુધીમાં અનેક સારી અને ખરાબ નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ દિવસના અંતે આપણને એ બધી જ ઘટનાઓ શું યાદ રહે છે ? ના. દિવસ દરમ્યાન જે કાંઈ અણધાર્યું કે અણગમતું બન્યું હોય છે તે આપણને રાત્રે સૂતાં પહેલા બેચેન બનાવી દે છે,એ આપણ સહુને અનુભવ છે.

તેમણે વધુમાં કહ્યું, આપણે જીવનમાં સુખી થવું હોય તો સારા પ્રસંગો અને સારી વ્યકિતઓને યાદ રાખવા જોઈએ અને ખરાબ પ્રસંગો અને ખરાબ વ્યક્તિઓને ભૂલી જવા જોઈએ. જો દરેક વ્યક્તિઓને,દરેક પ્રસંગોને યાદ રાખીશું તો, આપણને જે વ્યક્તિઓ સાથે ખરાબ પ્રસંગોના કારણે પૂવાગ્રહ બંધાઈ ગયો હશે તો આપણે તે વ્યક્તિ પ્રત્યે તેવું ખરાબ વર્તન કરીશું અને આપણે બેચેન બની જઈશું,આપણો આનંદ છીનવાઈ જશે.પરંતુ આપણે ભૂતકાળમાં જે અનુભવ થયો હોય એ વાતને માઈન્ડ ઉપર જ ના લઈએ અને પછી એ વ્યક્તિને મળીએ તો આપણું વર્તન એ વ્યક્તિ સાથે પણ સારું રહેશે. તેથી સુખી થવાનો એ જ ઉપાય છે કે, ખરાબ પ્રસંગોને ભૂલી જવા જોઈએ, તેનું ચિંતવન ના કરવું જોઈએ. ચિંતવન કરવું જ હોય તો સારી વસ્તુનું અને સારા માણસોનું કરવું જોઈએ.