અમદાવાદના તમામ પાનના ગલ્લા અને એસજી હાઇવે રોડ પરના તમામ કાફે ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા તત્વો ગોઠવાઈ જતા હોય છે. ત્યારે હવે શહેરમાં ઓનલાઈન જુગાર રમાડતા લોકો પણ એક્ટિવ થઈ ગયા છે. સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે રાણીપમાં જાહેર રોડ ઉપર તીન પત્તીનો ઓનલાઇન જુગાર રમાડતા યુવકને ઝડપી લીધો છે. આ યુવક 11 રૂપિયાના બદલામાં જો તમે જીતી જાવ તો સો રૂપિયા આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. હવે સમગ્ર વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાડતા તત્વો એક્ટિવ થયા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવાની કવાયત શરૂ કરી છે.
ઓનલાઈન જુગાર રમાડતો યુવક ઝડપાયો
સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ન્યુ રાણીપમાં હિલ્સ નજીક પાનના પાર્લરની બાજુમાં એક દુકાનમાં ઓનલાઇન જુગાર ચાલી રહ્યો છે. એક યુવક સ્થાનિક વિસ્તારના યુવકોને ઓનલાઇન તીન પત્તીનો જુગાર રમાડી 11 રૂપિયાની સામે 100 રૂપિયા આપવાની લાલચ આપી તેમના પૈસા પડાવી રહ્યો છે. પોલીસે તરત જ ત્યાં દરોડા પાડીને ઓનલાઈન જુગાર રમાડતા જયેશ બટુકભાઈ સોલંકી નામના યુવકને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસે ઓનલાઇન જુગાર રમતા કેટલા યુવકોને પણ અટકમાં લઇ પૂછપરછ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.