ભાષામાં મેદાન માર્યું:12 સાયન્સનું ગુજરાતી, હિન્દી સહિતની ભાષાઓમાં 100% રિઝલ્ટ, ફિઝિક્સ-કેમિસ્ટ્રીમાં ધોવાઈ ગયા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ વખતે રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં ખુશી - Divya Bhaskar
આ વખતે રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં ખુશી
  • ત્રણ અને ચાર વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ
  • ગણિતમાં સૌથી ઓછું 79.61% પરિણામ આવ્યું

ધોરણ 12 સાયન્સના આજે જાહેર થયેલા પરિણામમાં ચાર વિષયોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10,911 છે. આ ઉપરાંત ગ્રેડ પ્રમાણે પરિણામ જોવામાં આવે તો C2માં ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે વિદ્યાર્થીઓએ ભાષાના વિષયોમાં સૌથી વધુ માર્કસ મેળવ્યાં છે. આ વખતે રાજ્યમાં 64 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 61 સ્કલો એવી છે જેનું માત્ર 10 ટકા જ પરિણામ આવ્યું છે.

ગુજરાતી, હિન્દી સહિતની ભાષાઓમાં 100% રિઝલ્ટ
ગુજરાતી, હિન્દી અને મરાઠી ( મુખ્ય વિષયમાં) 100 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતીમાં 949 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 945 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે હિન્દીમાં તમામ 113 વિદ્યાર્થીઓએ સૌથી વધુ માર્કસ મેળવ્યાં છે. મરાઠી વિષયની વાત કરીએ તો કુલ 76 વિદ્યાર્થીઓમાંથી 74 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ 74 વિદ્યાર્થીઓ મરાઠી વિષયમાં પાસ થયાં છે.

100 ટકાથી ઓછું પરિણામ
મુખ્ય વિષય ઉર્દુમાં 95માંથી 94 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 98.95% ટકા પરિણામ આવ્યું છે. જ્યારે મુખ્ય વિષય તરીકે અંગ્રેજીમાં 27,007માંથી 26,900 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 98.80% પરિણામ આવ્યું છે. હવે વાત કરીએ બીજા વિષય તરીકે ગુજરાતી વિષયની. બીજા વિષય તરીકે ગુજરાતીમાં 30 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું 96.67% પરિણામ આવ્યું છે. બીજી વિષય તરીકે અંગ્રેજીમાં કુલ 69,267માંથી 68,796 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 97.82% પરિણામ આવ્યું છે.

80 ટકાથી ઓછું પરિણામ
ભાષાના વિષયમાં આ વખતે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ સૌથી વધુ માર્કસ મેળવ્યાં છે. જ્યારે મુખ્ય વિષયમાં થાપ ખાઈ ગયાં છે. હવે જો 80 ટકાથી ઓછા પરિણામની વાત કરીએ તો ગણિતની કુલ 35,761 વિદ્યાર્થીઓમાંથી 35,413 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સૌથી ઓછું 79.61% પરિણામ આવ્યું છે. જયારે કેમેસ્ટ્રીમાં 1,05,943 વિદ્યાર્થીઓમાંથી 1,04,450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 68.84% પરિણામ આવ્યું છે. હવે ફિઝિક્સની વાત કરીએ તો કુલ 1,05,440 વિદ્યાર્થીઓમાંથી 1,04,129 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 69.18% પરિણામ આવ્યું છે.

A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં
ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે B2 ગ્રેડમાં 13,751 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. હવે જોઈએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ C1 અને C2 ગ્રેડમાં પાસ થયાં છે. C1માં 18,561 અને C2માં 18,982 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.

3 વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયાં
ધોરણ 12 સાયન્સમાં આ વખતે બેથી વધુ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. આ વખતે 9,460 વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે. જયારે સૌથી વધુ 10,911 વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ થયાં છે. ચાર વિષયમાં 4,550 વિદ્યાર્થીઓ આ વખતે નાપાસ થયાં છે. તે ઉપરાંત એક વિષયમાં 940 અને પાંચ વિષયમાં 699 વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. તે સિવાય આઠ વિષયમાં 307 વિદ્યાર્થીઓ આ વખતે નાપાસ થયાં છે.

અન્ય સમાચારો પણ છે...