ઉત્તમ કામગીરી:અમદાવાદમાં પહેલા ડોઝનું 100 ટકા વેક્સિનેશન પૂર્ણ, આરોગ્ય વિભાગના વડા સહિત ડોકટર, નર્સ વગેરેનું ભાજપના હોદ્દેદારો સન્માન કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા ડોઝનું 46.30 લાખ અને બીજા ડોઝનું 24 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન પૂર્ણ, કુલ 70 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા: ડો. ભાવિન સોલંકી

કોરોના સામે રક્ષણ મેળવવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશમાં 100 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેની સાથે હવે અમદાવાદ શહેરમાં પણ 100 ટકા પહેલા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોનો પહેલો ડોઝ પૂરો થઈ ગયો છે. બીજા ડોઝના પણ 55 ટકા જેટલું વેક્સિનેશન પૂરું થઈ ગયું છે. આજ દિન સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 70 લાખથી વધુ ડોઝનું લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે.

આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતથી ઝડપથી કોરોના વેક્સિનેશન કામગીરી થતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં તેઓની કામગીરીને બિરદાવી આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી સહિત 12 જેટલા આરોગ્યકર્મીઓનું મેયર, પ્રભારી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હસ્તે મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું.

કુલ 293 જેટલી વેક્સિનેશન સાઇટ પર અને ઘરે ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી
કુલ 293 જેટલી વેક્સિનેશન સાઇટ પર અને ઘરે ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી

અમદાવાદ શહેરમાં 70 લાખથી વધુ ડોઝ અપાયા
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 46.30 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 24 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 70 લાખથી વધુ ડોઝ અમદાવાદ શહેરમાં અપાઇ ચુક્યા છે. કુલ 293 જેટલી વેક્સિનેશન સાઇટ પર અને ઘરે ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સારો પ્રતિસાદ મળતા હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી અને તેમના ડિપાર્ટમેન્ટ એ કોરોનામાં કરેલી સરાહનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

અર્બન હેલ્થ સેન્ટર અને પી એચ સી સેન્ટર ખાતે લાઇટિંગ કરી ઉજવણી કરવામાં આવશે
અર્બન હેલ્થ સેન્ટર અને પી એચ સી સેન્ટર ખાતે લાઇટિંગ કરી ઉજવણી કરવામાં આવશે

મંત્રીની ઓફિસ પર ફટાકડા ફોડી ઉજવણી
કોરોના કેસ ઓછા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો 2 ડોઝ બાદ બુસ્ટર ડોઝ માટે પણ આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ સરાહનીય કામગીરી માટે કોર્પોરેશન દ્વારા દરેક અર્બન હેલ્થ સેન્ટર અને પી એચ સી સેન્ટર ખાતે લાઇટિંગ કરી ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આજે મંત્રી જગદીશ પંચાલની ઓફિસ પર પણ ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...