તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુંબઈમાં ગાંધીનગરના વેપારીનું 100 કિલો ગેરકાયદે સોનું જપ્ત; એડવાન્સ લાઇસન્સ સ્કીમનો લાભ લઈ મગાવેલું સોનું વેચી દીધું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ડીઆરઆઈએ મુંબઈ એરકાર્ગો પર ગાંધીનગરના વેપારીનું 100 કિલો ગેરકાયદે સોનું જપ્ત કર્યું છે. આ સોનું એડવાન્સ લાઇસન્સ સ્કીમનો લાભ લઈ આયાત કરાયું હતું. એડવાન્સ લાઇસન્સ સ્કીમ હેઠળ મગાવાતું સોનું વેચી શકાતું નથી, પણ તેનો ઉપયોગ સ્થાનિક પ્રોસેસ માટે કરવામાં આવે છે.

આ 100 કિલો સોનું વેપારીએ મુંબઈના માર્કેટમાં દુબઈના વેપારીને વેચી દીધું હતું. જોકે મુંબઈ એરકાર્ગો પરથી જ ડીઆરઆઈએ તેને જપ્ત કરી લીધું હતું. આ મામલે હાલ બેની ધરપકડ કરાઈ છે. 32 કરોડનું 100 કિલો સોનાનું કન્સાઇન્ટમેન્ટ (ગોલ્ડ પ્લેટેડ કરિયર) જીપીસી હતું, જે ગોલ્ડ પ્લેટિંગ કરવાના કામમાં આવે છે. આ મામલે મુંબઈ અને ગાંધીનગરમાંથી 338 કરોડની ડ્યુટીનું કૌભાંડ પકડી પાડી ડીઆરઆઈએ 2ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...