મૂડીરોકાણ:10 મહિનામાં સોનાના ભાવ 12 હજાર સુધી ઘટતાં બુલિયન બજારમાં રોજના 100 કિલોનું વેચાણ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન સિઝન સમયે જ ભાવ ઘટતાં ખરીદી માટે બુકિંગ શરૂ

કોરોના સંકટના સમયમાં જ્યાં એક તરફ અર્થવ્યવસ્થા ભાંગી પડી છે અને વેપાર-ધંધા બંધ થયા હતા, તો બીજી તરફ સતત તેજીથી સોનાની ચમક વધી રહી હતી. લૉકડાઉન પહેલાં અને આજના સોનાના ભાવમાં લગભગ બે ગણું અંતર આવ્યું છે. થોડા દિવસો પહેલાં સોનું રૂ. 56 હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચતાં રોકાણકારો સોનામાં રોકાણ કરતા થયા છે અને બુલિયન બજારમાં હવે રોજનું 100 કિલો સોનું વેચાઇ રહ્યું છે. જ્યારે છૂટક જ્વેલરી બજારમાં પણ સોનાના વેચાણમાં વધારો થયો છે.

સોનાના ભાવમાં તેજીથી ઘટાડો આવ્યા બાદ હવે ઈન્વેસ્ટર્સ પણ આ બાબત પર ધ્યાન આપી રહ્યાં છે. કેમ કે, સોનું હંમેશા સારું રિટર્ન આપે છે. હાલના સમયમાં દેશમાં 24 કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 46,200 થયો છે. જ્યારે 22 કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 42,500 થયો છે. સતત ઉતરતા-ચઢતા ભાવની પાછળ અનેક કારણ હોય છે. સોનાની કિંમત પર ડિમાન્ડ-સપ્લાય, ડોલરનો ભાવ, આંતરરાષ્ટ્રીય માર્કેટની હલચલ, વૈશ્વિક રાજનૈતિક માહોલની અસર પડે છે. માર્કેટના એક્સપર્ટસનું માનવંુ છે કે, સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો આવશે.

સોનાની કિંમત આજે 10 માસથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે
અમદાવાદ જ્વેલર્સ એસોશિયેશનના પ્રમુખ જિગર સોનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શરાફી બજારમાં સોનું (24 કેરેટ) રૂ. 4963 (9.89 ટકા) સસ્તુ થયું છે. ભારતમાં આજે સોનાની કિંમત 10 મહિનાથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. બુધવારે એમસીએક્સ પર સોના વાયદા 0.11 ટકા ઘટાડા સાથે 45,500 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જો ચાંદીની વાત કરીએ તો ચાંદી વાયદા રૂ. 68100 પ્રતિ કિલોગ્રામ પર સપાટ રહ્યું છે. સોનું 10 મહિનામાં લગભગ રૂ. 12 હજાર સુધી સસ્તું થયું છે. ઓક્ટોબર 2020માં સોનું રૂ. 59,200 રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...