તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેદીઓ વિફર્યા:અમદાવાદની સાબરમતી જેલમાં 100 કેદીનો જેલના સ્ટાફ પર હુમલો, જેલ સહાયક સાથે ઝપાઝપી કરી યુનિફોર્મ ફાડ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલના દવાખાનામાં મોકલવા માટે 100 કેદી ભેગા થતા જેલ સહાયકે રોકતા મામલો બિચક્યો

અમદાવાદમાં આવેલી સાબરમતી મધ્યસ્થ જેલમા કેદી બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. 100 જેટલા કેદીએ ભેગા મળીને જેલના દવાખાને જવા માટે જેલના કર્મચારીને માર મારીને યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આરોપીઓએ આટલેથી અટકવાની જગ્યાએ હુમલો કરતા અન્ય સ્ટાફને બોલાવવાની ફરજ પડી હતી.આ ઘટના બાદ રાણીપ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટોળાને રોકતા કાચા કામનો કેદી અને તેના સાથીઓ ઉશ્કેરાયા
સાબરમતી નવી જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવડા 23મી ઓગસ્ટના રોજ નવી જેલમાં પોતાની ડ્યૂટી પર હાજર હતા, ત્યારે 11.30 વગ્યાના અરસામાં 100 લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જે જેલ દવાખાના તરફ જવા માગતું હતું. પરંતુ વનરાજસિંહ તેમને એક સાથે જવા દેવાને બદલે 10-10ના વારામાં જવાનું કીધું ત્યારે રઈશ ખાન નામનો કાચા કામનો કેદી અને તેના સાથીઓ ઉશ્કેરાયા હતા.

જેલ સહાયક વનરાજસિંહ તેમને રોક્યા તો તેઓએ ભેગા થઈને વનરાજસિંહને ઘેરી લીધા હતા. ત્યાર બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતાં. જેથી તેઓને ઇજા થઇ હતી. તેમજ તેમનો યુનિફોર્મ ફાટી ગયો હતો.

અન્ય સ્ટાફને વ્હીસલ મારીને બોલાવતા જેલ સહાયક માંડ બચ્યા
આ બધાની વચ્ચે લોકોનું ટોળું ભેગું થવા લાગ્યું એટલે તેમણે અન્ય સ્ટાફને વ્હીસલ મારીને બોલાવ્યા હતાં અને તેઓ માંડ બચ્યા હતાં. આ સમગ્ર ઘટના બાદ રાણીપ પોલીસે જેલ કર્મચારી પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધી છે.