તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે દીવમાં આવશે જીવ:દીવ-દમણમાં 18+ના 100 ટકાને પહેલો ડોઝ, 10 દિવસમાં માત્ર 2 કેસ, એક્ટિવ કેસ માત્ર 2

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીવ ફોર્ટનો એરિયલ વ્યૂ - Divya Bhaskar
દીવ ફોર્ટનો એરિયલ વ્યૂ
  • હોટલ-રિસોર્ટમાં બુકિંગ માટે RTPCRની જગ્યાએ હવે વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના 100% લોકોને રસીકરણમાં પહેલો ડોઝ અપાઇ ગયો છે. જૂન અંત સુધીમાં દીવ અને દમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે બીજા ડોઝ પર ભાર મુકાઇ રહ્યો છે. રસીકરણમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થઇ જાય છે. માઇગ્રન્ટ વર્કર્સનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે ગામોમાં 95 ટકાથી વધારે રસીકરણ થાય ત્યાં ખાસ ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

રસીકરણમાં ઝડપ લાવવા માટે વૉર રૂમ બનાવવામાં આ‌વ્યાં છે જે લોકોને બીજા ડોઝ માટે યાદ અપાવે છે. ઓછા કેસ અને રસીકરણમાં કારણે હોટેલ, રેસ્ટોરન્ટ્સ, રિસોર્ટ્સ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા પણ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ દીવમાં રૂમ બુક કરાવવા માટે RTPCR બતાવવો પડતો હતો. જોકે હવે વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવી રૂમ બુક કરાવી શકાય છે. બીજી તરફ, દીવમાં છેલ્લા 10 દિવસમાં નવા કેસ માત્ર 2 જ નોંધાયા છે. 9 દિવસ એકપણ નવો કેસ કેસ નોંધાયો નથી. રિકવરી રેટ 99.3 ટકા છે. દીવમાં એક્ટિવ કેસ 2 છે.

બીજા ડોઝ માટે ખાસ વૉર રૂમ બનાવાયા

જિલ્લોપહેલો ડોઝબીજો ડોઝકુલ
દીવ36005703043035
દમણ17188816195188083

(કોવિન ડેશબોર્ડ મુજબ)

અન્ય સમાચારો પણ છે...