કેનેડા વર્ક પરમિટના નામે છેતરપિંડી:ઉડાન હોલીડેએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 100 લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેનેડાના પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ઈસમની ધરપકડ કરી પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં તેણે ઉડાન હોલીડેના નામની કંપની દ્વારા કરોડોની ઠગાઈ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ અંદાજે 100 લોકોના રૂપિયા મેળવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમિટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. આરોપી 15થી 20 લાખમાં વર્ક પરમિટની લાલચ આપતો હતો.

હર્ષિલ પટેલ નામના આરોપીએ વર્ક પરમિટના નામે છેતર્યા
ઉડાન હોલીડેના નામની કંપનીમાંથી કરોડોની ઠગાઈ ઝડપાઈ છે. આ કંપની કેનેડાના પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈ કરતી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ કરનાર હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના DCPએ કહ્યું કે, આરોપીએ અંદાજે 100 નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમિટના નામે 39 લાખ 41 હજાર રૂપિયા પડાવ્યા હતા. વધુમાં કહ્યું કે સમગ્ર કેસમાં હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો શિકાર બન્યાં
આરોપી 15થી 20 લાખમાં વર્ક પરમિટની લાલચ આપતો હતો. આ સાથે ઇસમે 100થી વધુ લોકો પાસેથી રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલીડે નામની કંપની 2018થી શરૂ કરવામાં આવી હતી. હર્ષિલ પટેલ નામના આરોપીએ 2018 હોલીડે નામની કંપની શરૂ કરી હતી. જે બાદમાં તે લોકોને 15થી 20 લાખમાં કેનેડામાં વર્ક પરમિટની લાલચ આપતો હતો. તેને પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...