તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે લગભગ એક વર્ષથી ઠપ થઈ ગયેલા હોેટેલ-રેસ્ટોરાં ઉદ્યોગને વેલેન્ટાઈન ડેએ રાહત મળી હતી. એક વર્ષ બાદ રવિવારે હોટેલ, રેસ્ટોરાંમાં ભીડ જોવા મળી. શહેરની 3500 રેસ્ટોરાં-હોટેલોમાં રવિવારે 100 ટકા બુકિંગ અને લાંબું વેઈટિંગ જોવા મળ્યું હતું.
તમામ હોટેલ-રેસ્ટોરાંમાં બપોરથી જ ભારે ભીડ જોવા મળી હતી. સંખ્યાબંધ હોટેલ માલિકોએ તો વેલેન્ટાઈન ડે નિમિત્તે ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું હતું.
સિંધુભવન, હેબતપુર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રાજપથ ક્લબ, કર્ણાવતી કલબ અને વાયએમસીએ ક્લબમાં યુવાનોની ભીડ જોવા મળી હતી. જ્યારે એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી નરીશ હોટલના ફાઉન્ડર નૈયા પટેલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ફેસ્ટિવલની ઉજવણી પર પ્રતિબંધ હતો, પરંતુ વેલેન્ટાઈન ડેએ રેસ્ટોરાં અને હોટલો 100 ટકા ફૂલ રહી છે. અમદાવાદમાં ફાસ્ટ ફૂડ,સ્ટ્રીટ ફૂડ, કેઝ્યુઅલ ડાઇનિંગ, ફાઇન ડાઇનિંગ તેમજ ફાઇવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટલ અને રેસિડેન્સિયલ હોટલ મળીને કુલ 3500 યુનિટ છે. તમામે વેલેન્ટાઈન ડે નિમિત્તે ખાસ તૈયારી કરી હતી.
હોટેલ-રેસ્ટોરાં ઉપરાંત ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં પણ દિવસભર સારો એવો ધસારો જોવા મળ્યો હતો.
એક દિવસમાં 1 કરોડનો બિઝનેસ થયો
ગોપી ડાઇનિંગ હોલના ફાઉન્ડર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે, શહેરમાં નાની મોટી 3500 જેટલી હોટલ અને રેસ્ટોરાં આવેલી છે. મોટા ભાગની રેસ્ટોરન્ટ અને હોટલમાં ભીડ અને વેઈિટંગ રહ્યું હતું. અમદાવાદની નાની મોટી હોટલ રેસ્ટોરાંમાં રવિવારે અંદાજે રૂ. 1 કરોડનો બિઝનેસ થયો છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.