હત્યારાને સજા:અમદાવાદના અસારવામાં યુવકની હત્યા કરનાર 3નેે 10 વર્ષની સજા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટેલમાં ગાળ ન બોલવા બાબતે હત્યા કરી હતી

અસારવા સિવિલ હોસ્પિટલ પાસે હોટેલમાં ગાળો ન બોલવા મુદ્દે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરનારા આરોપી દીપક ઠાકોર, જિગ્નેશ ઠાકોર અને સતીષ ઠાકોરને 10 વર્ષ, આરોપી દિનેશ ઠાકોરને 1 વર્ષની સજા એડિ. સેશન્સ જજ એચ. એ. શાહે ફટકારી છે. કોર્ટે આરોપીઓને રૂ.50 હજાર મૃતકના પરિવારને વળતર પેટે ચૂકવવા પણ નિર્દેશ કર્યો છે. કોર્ટે સજા ફટકારતા નોંધ્યું હતું કે, આરોપીઓ સામે હત્યા નહિ, પરંતુ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો પુરવાર થયો છે. સમાજમાં દાખલો બેસાડવા આરોપીઓને સજા કરવી ન્યાયના હિતમાં જરૂરી છે.

સિવિલ પાસેની હોટેલમાં 2017માં દિનેશ, જિગ્નેશ, દીપક અને સતીષ બેસીને ગાળ બોલતા હતા. આથી કાંતિ ઠાકોરે તેમને ગાળ બોલવાની ના પાડી હતી. એ વાતની અદાવત રાખી પેસ્તનજી વકીલની ચાલી પાસે કાંતિ ઠાકોર અને અજય સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત થયેલા કાંતિ ઠાકોરનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...