ઘરમાં સગીરા પર હુમલો:ઘરમાં ઘૂસી સગીરા પર હુમલા બદલ ઘરઘાટીને 10 વર્ષની જેલ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરા ગુલબાઇ ટેકરા પાસેના ફ્લેટમાં માસ્ક પહેરી ઘરમાં ઘૂસી સૂઇ રહેલી 17 વર્ષીય સગીરાનું ગળું દબાવી ચપ્પાનો ઘા મારનાર ઘરઘાટી સોનુ પટેલને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. નવરંગપુરા ગુલબાઇ ટેકરા પાસેના ફ્લેટમાં ઘરઘાટીનું કામ કરતો સોનુ પટેલ 27 નવેમ્બર 2016ના રોજ બપોરે 1 વાગ્યે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસી બેડરૂમમાંથી ફોન લઇ ચાર્જિંગમાં મુક્યો હતો.

આ દરમિયાન બેડરૂમમાં સૂઇ રહેલી 17 વર્ષીય સગીરાનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હાથ પર ચપ્પાનો ઘા મારી ભાગી ગયો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે સોનુ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી સોનુની ધરપકડ કરી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.આર.પટણીએ 30 સાક્ષી અને દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સોનુ વિરુદ્ધ કેસ પુરવાર કર્યો હતો. આરોપી સોનુએ અગાઉ પણ આ જ ઘરમાં ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...