તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 10 Who Arrived Without RTPCR Were Sent Back From The Airport; When The Passenger Arrived At The Boarding Gate On Arrival, The Airline Staff Asked For A Report

કાર્યવાહી:RTPCR વિના આવેલા 10ને એરપોર્ટથી પાછા મોકલાયા; ફ્લાઈટ આવતાં પેસેન્જર બોર્ડિંગ ગેટ પર ગયા ત્યારે એરલાઈન્સના કર્મીએ રિપોર્ટ માગ્યો હતો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સરકારે પેસેન્જરો માટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો હતો. કેસ ઘટવા સાથે વેક્સિનના બંને ડોઝ લેનારને રિપોર્ટમાંથી મુક્તિ અપાઈ છે. તેમ છતાં બુધવારે મુંબઈ જવા અમદાવાદ એરપોર્ટ પર આવેલા 10 પેસેન્જરને એરલાઈન્સે પાછા મોકલી દીધા હતા.

એક પેસેન્જરે જણાવ્યું હતું કે, જરૂરી કામથી મુંબઈ જવાનું હોવાથી તે સવારે 7.05 વાગ્યાની ઈન્ડિગોની ફ્લાઈટ પકડવા એરપોર્ટ પહોંચી ગયો હતો. જ્યાં સિક્યોરિટી ચેક કરાવ્યા બાદ ફ્લાઈટની રાહ જોઈને ટર્મિનલમાં બેસી રહ્યો હતો. ફ્લાઈટ આવતા તે બોર્ડિંગ ગેટ પર ગયો ત્યારે ત્યાં હાજર એરલાઈન્સના કર્મચારીએ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટની માગણી કરી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો આદેશ બતાવવાની સાથે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવાનું પ્રમાણ પત્ર બતાવવા છતાં એરલાઈન્સના કર્મચારીએ ફ્લાઈટમાં જવા દીધા ન હતા. વધુમાં જણાવ્યું ં કે, હજુ સુધી તેમને નવો આદેશ મળ્યો નથી જેથી તેઓ રિપોર્ટ વગર ફ્લાઈટમાં બોર્ડિંગ કરવા નહી દે. તેમની સાથે એરલાઈન્સે અન્ય 8થી 10 લોકોને પાછા મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...