લીંબુ બાદ હવે લીલા શાકભાજી પણ મોંઘાં:આવક ઘટતાં અઠવાડિયામાં ભાવમાં 10થી 15 ટકા વધારો

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગરમીના કારણે શાકભાજી જલદી ખરાબ થઈ જતાં હોવાનું વેપારીઓનું કારણ
  • હોલસેલમાં પ્રતિ કિલો રૂ.15માં મળતા બટાકા છૂટકમાં રૂ.30માં વેચાય છે

ગરમી વધવાની સાથે લીલા શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લીલા શાકભાજીની આવક ઓછી થઇ છે. ત્યારે લીંબુના ભાવ સાથે લીલા શાકભાજીની આવક ઓછી થવાની સાથે માગ વધતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે ત્યારે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ગરમીને લીધે લીલા શાકભાજીની આવક માર્કેટમાં ઓછી થવાની સાથે માંગમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં લીલા શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે. એપીએમસી શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, ગરમી વધવાની સાથે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત ગરમીના કારણે લીલા શાકભાજી જલ્દી ખરાબ થઇ જતા હોવાથી વેપારીઓને તેનું નુકસાન વધારે આવતું હોય છે. આ બધા સમીકરણોના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હજી પણ લીંબુના ભાવમાં ઘટાડો થયો નથી.

શાકભાજીએપીએમસીછૂટકભાવ
બટાકા1530
ડુંગળી1425
રવૈયા3550
કોબીજ1640
ફલાવર3060
ટામેટા4070
દૂધી2040
ભીંડા2540
કાકડી3060
કારેલા4060
ગવાર3560
ચોળી90100

સપ્તાહમાં જ ભાવમાં વધારો થયો
દર વર્ષે ઉનાળામાં શાકભાજીના આવકમાં ઘટાડો થતો હોય છે. તાજેતરમાં ગરમીના કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટી છે. પરંતુ કોરોના બાદ લીલા શાકભાજીની માગ વધી છે. એક સપ્તાહમાં ભાવમાં 10-15 ટકા જેટલો વધારો થયો છે. -દીપક પટેલ, સેક્રેટરી એપીએમસી જમાલપુર

માલભાડા વધતાં ભાવમાં ઉછાળો
પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 10 દિવસમાં રૂ.8નો વધારો થયો છે. જેના કારણે માલભાડામાં પણ વધારો થયો છે. જેની અસર શાકભાજીના ભાવ પર પડી છે. - રામજીભાઇ પટેલ, છૂટક શાકભાજીના વિક્રેતા

અન્ય સમાચારો પણ છે...