તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂતો દ્વારા મંગળવારે અપાયેલા બંધના એલાનને શહેરના 10 હજારથી વધુ રિક્ષાચાલકોએ સમર્થન આપ્યું છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઇવર એક્શન કમિટી, જાગૃતિ ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન, અતુલ શક્તિ રિક્ષા યુનિ., એરપોર્ટ રિક્ષાચાલક એમ પાંચેય યુનિયનો રિક્ષા નહિ ચલાવે તેમ અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના વિજય મકવાણાએ જણાવ્યું છે. રસ્તા પર અન્ય રિક્ષા દેખાશે તો તેના ડ્રાઇવરને ફૂલ આપી સ્વયંભૂ એક દિવસ રિક્ષા બંધ રાખવા અનુરોધ કરાશે.
જબરદસ્તી દુકાન, માર્કેટ બંધ કરાવનાર વ્યક્તિની ધરપકડ કરાશે
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, પોલીસને સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ કરાઈ છે. કલમ 144 લાગુ હોવાથી 4થી વધારે લોકો ભેગા થશે તો તેમની પકડી લેવાશે. જો કોઈ દુકાન, માર્કેટ જબરદસ્તી બંધ કરાવવા જશે કે કોઈને આવતા-જતા રોકશે તો તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરાશે. તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવી દેવાઈ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પરની વિવાદાસ્પદ પોસ્ટ પર સાઇબર ક્રાઇમની ટીમ નજર રાખશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.