કોર્ટનો નિર્ણય:માતા-પિતાના કહેવાથી પતિને ત્યજનારી પત્નીને 10 હજાર દંડ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને મેળવવા પતિએ હેબિઅસ કરી હતી
  • HCએ કહ્યું, શિક્ષિત છતાં નાતજાતના વાડા દુ:ખદ

મા-બાપના કહેવાથી પતિને તરછોડી દેનાર પત્નીને હાઇકોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો છે. લગ્નના 4 વર્ષ બાદ પત્નીના મા-બાપે તેનો પતિ અલગ જ્ઞાતિનો હોવાથી છૂટા પડવા દબાણ કર્યંુ હતું. પિયરમાં રહેલી પત્નીને પરત મેળવવા પતિએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. પત્ની સાથે કોર્ટે વાત કરતા તેણે પતિના ઘરે પરત નહીં જવા ઇચ્છા દર્શાવી હતી. હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, પતિ-પત્ની બંને એજ્યુકેટેડ હોવાં છતાં નાત-જાતને લઇને એકબીજાથી દૂર થાય છે તે દુ:ખદ વાત છે.

પત્નીને તેના પિયરમાં ગેરકાયદેસર ગોંધી રાખી હોવાના આક્ષેપ સાથે પતિએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. દંપતીના લગ્ન 4 વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન પત્ની પિયરમાં રહેવા જતા તેના માતાએ ખોટી શિખામણો આપીને પતિથી અલગ થવા તેને દબાણ કર્યું હતું. પત્નીને જ્યારે કોર્ટે પૂછ્યું હતું કે, કયા કારણથી તે પતિ સાથે રહેવા માગતી નથી? તો તેણે એવો જવાબ આપ્યો હતો કે, તેને પતિ સામે કોઇ વાંધો નથી પરતું બંનેના જ્ઞાતિ અલગ છે તેથી સાથે રહેવું નથી.

ઉપરાંત, તેના માતા-પિતાને તે જમાઇ તરીકે માન્ય નથી. પતિના કોઇ વાંક વગર તરછોડનાર પત્નીના વર્તનથી કોર્ટે નારાજગી દર્શાવી હતી અને પત્નીને 10 હજારનો દંડ ભરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...