AMCનું સફાઈ અભિયાન:​​​​​​​દિવાળીના તહેવારમાં અમદાવાદને સ્વચ્છ રાખવા રોજ 10 હજાર સફાઈકર્મીઓ, 1200થી વધુ મશીનો સફાઈ અભિયાનમાં જોડાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • 45થી વધુ ઓવરબ્રિજ, અંડરબ્રિજ તેમજ મુખ્ય રસ્તાઓ પર સફાઈ કરવામાં આવશે
  • જે તે વિસ્તારો અને સોસાયટીઓ બહારની સિલ્વર ટ્રોલી રાત્રે ખાલી કરવાની સૂચના અપાઈ

તહેવારોના દિવસોમાં અમદાવાદ શહેર સ્વચ્છ રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. નવા વર્ષમાં રોડ પર કચરો ન હિય અને સ્વચ્છ શહેર લાગે તેના માટે ગત સ્ટેન્ડિંગ કમિટિમાં તેમજ હેલ્થ કમિટિના ચેરમેન દ્વારા અધિકારીઓને બોલાવી શહેરના મંદિરો, રોડ રસ્તા અને બ્રિજની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે તેવી સૂચના આપી હતી.

રોજ 10 હજાર સફાઈકર્મીઓ સફાઈ કરશે
જેને લઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારોમાં 10000 સફાઇકર્મીઓ દ્વારા દરરોજ સફાઈ કરવામાં આવશે. 160 જેટલા સ્પોટ વાહનો, 187 કોમ્પેક્ટરો, 40 ટ્રકો, જેસીબી બોબકેટ સહિત 800થી વધુ વાહનો સાથે 1200થી વધુ મશીનરી સાધનો દ્વારા સફાઈ થશે. તેમજ શહેરમાં સફાઈ કરવા માટે તેમજ જ્યાં જ્યાં રાત્રિ સફાઈની જરૂર પડે ત્યાં સફાઈ કરવા કહેવામાં આવ્યું છે.

70થી વધુ મંદિરોની બહાર સફાઈ કરાશે
શહેરના જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર, નાગરવેલ હનુમાન, કાલુપુર તેમજ સુભાષબ્રિજ સ્વામિનારાયણ મંદિર સહિતના 70થી વધુ મંદિરોમાં પરિસર અને બહારના ભાગમાં ધોવાડાવી સફાઈ કરવામાં આવશે. શહેરમાં આવેલા 45થી વધુ ઓવરબ્રિજ, અંડરબ્રિજ તેમજ મુખ્ય રસ્તાઓ પર સફાઈ કરવામાં આવશે. ઉપરાંત જમાલપુર ફૂલબજાર, જાહેર સ્થળો, પિકનિક સ્પોટ તેમજ પ્રવાસન જગ્યાઓની દિવસ અને રાતે સફાઈ કરવામાં આવશે.

રોજ રાત્રે સિલ્વર ટ્રોલી ખાલી કરવા સૂચના
હેલ્થ કમિટિના ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે તે વિસ્તારો અને સોસાયટીઓ બહાર સિલ્વર ટ્રોલી મૂકવામાં આવી છે તે રાત્રિના સમયે ખાલી કરી દેવી તેવી પણ સૂચના આપવામાં આવી છે. તહેવારોમાં મંદિરોમાં વધુ લોકો આવે છે માટે મંદિરને ધોવા અને બહાર કોઈ પણ પ્રકારનો કચરો જમા ના થાય અને ગંદકી ના થાય તે માટે સૂચના આપવામાં આવી છે.