તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલનો ચુકાદો:હોસ્પિટલમાં વિઝિટમાં આવતાં ડોક્ટરની ફી પર 10% TDS લાગશે; હોસ્પિટલ ચુકવણી કરે ત્યારે TDS કાપવો પડશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હોસ્પિટલમાં વિઝિટિંગમાં આવતા ડોક્ટરની ફી ઉપર હવેથી ટીડીએસ લાગુ પડશે. ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના ચુકાદામાં ડોક્ટરોએ 10 ટકા ટીડીએસ ચૂકવાનો રહેશે. આ ચુકાદાનો અમલ વર્ષ 2008-09થી કરાશે. તાજેતરમાં ઇન્કમટેક્સ ટ્રીબ્યુનલે કરદાતા દ્વારા કરવામાં આવેલ અપીલ જેમાં હોસ્પિટલમાં આવતા કન્સલ્ટિંગ ડોક્ટરને આપવામાં આવતી સેરીગ ઓફ ફી ઉપર ટીડીએસ લાગે કે ન લાગે તેનો ચુકાદો આપતા ટ્રીબ્યુનલે જાણ્યું કે, ડોકટર દ્વારા કરવામાં આવતી સર્વિસ જે હોસ્પિટલને આપે છે અને હોસ્પિટલ વતી દર્દીઓને આપવામાં આવે છે. આવા કિસ્સામાં ડોક્ટર ભલે ફૂલ ટાઇમ હોસ્પિટલ સાથે જોડાયેલા હોય તો પણ તે કર્મચારીની વ્યાખ્યામાં નથી આવતા.

આમ આ ડોકટરોને કરવામાં આવતું ચુકવણી કન્સલ્ટન્ટ તરીકેની ચુકવણી ગણાશે. આમ આના ઉપર ઇન્કમટેક્સના કાયદા મુજબ 194-જે મુજબ લાગુ પડતો 10 ટકા ટીડીએસ કાપવામાં આવશે. આમ કન્સલ્ટન્ટો અને પ્રોફેશનલ ઉપર હોસ્પિટલ જ્યારે ચુકવણી કરે ત્યારે ટીડીએસ કાપવું પડશે. તેવું ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આના કારણે હોસ્પિટલ સેકટરમાં લેવામાં આવતી ડોકટરની સેવા ઉપર 10 ટકા ટીડીએસનું ભારણ આવશે. આની સ્પષ્ટતા વર્ષ 2008-09થી કરી છે. એટલે કે ત્યારથી અત્યાર સુધીમાં આવો ટીડીએસ નહીં કર્યો હોય તેવા કિસ્સામાં તેમને દંડની જોગવાઇનો સામનો કરવો પડશે. ટીડીએસના કાયદા મુજબ જો ભરવા પાત્ર ટીડીએસ કરદાતાએ ના ભર્યો હોય તેવા કિસ્સામાં કરદાતાએ કરેલો ખર્ચ પૂરપૂરો મજરે ના આપવાની જોગવાઇ ટીડીએસના કાયદામાં રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...