તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રો કોર્ટનો ચુકાદો:દીપિકા-રણવીરની ‘રામલીલા’ ફિલ્મનો વિરોધ કરનારા અમદાવાદના 10 લોકો નિર્દોષ જાહેર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
‘રામલીલા’ ફિલ્મના એક દ્રશ્યમાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ. - Divya Bhaskar
‘રામલીલા’ ફિલ્મના એક દ્રશ્યમાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ.

અમદાવાદમાં વર્ષ 2013માં સંજય લીલા ભણશાલી નિર્દેશિત અને દીપિકા પાદુકોણ-રણવીરસિંહ સ્ટારર ‘રામલીલા’ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. અમદાવાદમાં થયેલા વિરોધ પ્રદર્શન મામલે મેટ્રો કોર્ટે 10 લોકોને નિર્દોષ જાહેર કર્યાં છે.

ભણશાલીના પોસ્ટર સળગાવી વિરોધ કર્યો હતો
આ ફિલ્મના વિરોધ સમયે રાજપૂત સમાજનો આક્ષેપ હતો કે ફિલ્મમાં દર્શવવામાં આવેલા કેટલાક પાત્રો અને શબ્દોનો તેમના સમાજની ભાવનાને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણશાલી અને ફિલ્મના પોસ્ટર સળગાવી કેટલાક યુવકોએ વિરોધ કર્યો હતો.

10 યુવકની અટકાયત થઈ હતી
આ વિરોધ પ્રદર્શનને પગલે સરદારનગર પોલીસે 10 યુવકની અટકાયત કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ મામલે આજે(30 માર્ચ) મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેટ્રો કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આ કેસના ચુકાદાને રાજપૂત સમાજના યુવકે આવકારી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

શું હતો વિવાદ
ગોલિયોં કી રાસ લીલા-રામલીલા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે ગુજરાત હાઈકો‌ર્ટમાં થયેલી અરજીમાં સંજય લીલા ભણસાલી દ્વારા વિવાદાસ્પદ નિવેદનો દૂર કરવાની ખાતરી આપવાની બાંહેધરી આપતો પત્ર રજૂ કરાયો હતો. ફિલ્મના ટ્રેલર અને ઓફિશિયલ વેબસાઈટ પરથી વાંધાજનક દ્રશ્યો અને સંવાદો દૂર કરવાની કો‌ર્ટને ખાતરી અપાઈ હતી. જેના પગલે કો‌ર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. રાજપૂત સમાજે રામલીલા ફિલ્મમાં દર્શાવાયેલા વાંધાજનક દ્રશ્યો અને સંવાદો સામે વિરોધ ઉઠાવ્યો હતો અને ક્ષત્રિય-રાજપૂત સમાજના 500 વર્ષના ઈતિહાસને અસભ્ય રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે જ દરબાર અને રબારી કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એ પ્રકારના સંવાદો આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો