અમદાવાદ પોલીસની કાર્યવાહી:પશ્ચિમમાં 10 રાહદારીના ફોન લૂંટનારાની ધરપકડ, પશ્ચિમમાં 10 રાહદારીના ફોન લૂંટનારાની ધરપકડ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આનંદનગર, સેટેલાઈટ, વાસણા અને યુનિ. વિસ્તારમાંથી રાહદારીના ફોન ઝૂંટવતો હતો

પશ્ચિમ વિસ્તારમાં રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટીને ધૂમ સ્ટાઈલે ફરાર થઇ જતાં લુટારુની ધરપકડ કરી પોલીસે 10 મોબાઈલ ફોન અને એક્ટિવા કબજે કર્યાં હતા. પૂછપરછમાં આરોપીએ આનંદનગર, સેટેલાઈટ, વાસણા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી આ મોબાઈલ ફોન લૂંટ્યા હોવાનું સ્વીકાર્યું હતું.

રાહદારીઓના હાથમાંથી ફોન લૂંટીને એક્ટિવા પર ફરાર થઇ જતા લુટારુને શોધવા ઝોન-7 એલસીબી પીએસઆઈ જે.બી. પરમારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી મોહસીન મહેબુબ શેખ(ઉં.24, રહે.મિરઝાપુર)ને ઝડપી રૂ.1.38 લાખની કિંમતના 10 મોબાઈલ અને એક્ટિવા મળીને રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મોહસીનની પૂછપરછ કરતાં તેણે આ ફોન આનંદનગર, વાસણા, સેટેલાઈટ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી લૂંટ્યા હોવાનું કબૂલ્યું હતું.

મોહસીને જણાવ્યું હતું કે, તે સાંજના સમયે એક્ટિવા પર નીકળતો અને રાહદારીઓના હાથમાંથી ફોન લૂંટીને ભાગી જતો હતો. આરોપી મોહસીન અગાઉ પણ કાલુપુર અને કારંજ વિસ્તારમાં મોબાઈલ લૂંટના ગુનામાં પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...