• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 10 Paisa Increase Per Unit On More Than 1 Crore Electricity Consumers In Gujarat, Power Companies Have Asked For An Increase Of 79 Paisa

મોંઘવારીનો વધુ એક માર:ગુજરાતના 1 કરોડથી વધુ વીજ ગ્રાહકો પર પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો ઝીંકાયો, કંપનીઓએ હજુ 79 પૈસાનો વધારો માંગ્યો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સંજોગોમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં જીતશે તો મફત વીજળી આપવાનું વચન આપ્યું છે, તો બીજી બાજુ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો તો ઝીંકી દીધો છે, ઉપરાંત 79 પૈસા ફૂઅલ ચાર્જ વધારવાની દરખાસ્ત જર્કમાં કરી છે.

વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા
આ અંગે વીજ કંપનીના સૂત્રો જણાવે છે કે, તાજેતરનાં વીજ સંકટ દરમિયાન મોંઘાભાવની વીજળી ખરીદ કરવાની ફરજ પડી હતી અને તેને કારણે ફ્યુઅલ સરચાર્જ વધારો માંગવામાં આવ્યો છે. ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ 79 પૈસાનો ફ્યુઅલ ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, તેનો નિર્ણય આવે ત્યારબાદ વધારો લાગુ થશે. વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા છે અને પીજીવીસીએલ દ્વારા 1 જુલાઈથી જ 10 પૈસાનો વધારો લાગુ પાડી દીધો છે.

ત્રણ મહિના માટે વધારો ઝીંકાયો
જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ મહિના માટે આ વધારો ઝીંકવામાં આવ્યો છે અને તે સાથે યુનિટદીઠ સરચાર્જ રૂ. 2.50થી વધીને રૂ. 2.60 થયો છે. વીજ નિયમન પંચ દ્વારા 79 પૈસાના વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 3.29 થઇ જશે.

1.40 કરોડ લોકો પર 8 હજાર 690 કરોડનો બોજ
વીજ ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાના વધારાને કારણે ગુજરાતના 1 કરોડ 40 લાખ લોકો પર રૂપિયા 8 હજાર 690 કરોડનો બોજ પડશે. ગુજરાત સરકારની વીજ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ માત્ર 43 ટકા જ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી વીજળીની અછત વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...