ટિકિટ માટે દાવેદારી:ભાજપના15 હોદ્દેદારમાંથી 10એ, કોંગ્રેસના 19 હોદ્દેદારે ટિકિટ માગી

​​​​​​અમદાવાદએક મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાજપ પ્રમુખ, 5 ઉપપ્રમુખ, 3 મહામંત્રીની દાવેદારી
  • ચાર સીટિંગ કોર્પોરેટરોએ પણ ટિકિટ માટે દાવેદારી કરી

વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, સંગઠનના એક પણ હૌદ્દેદારે ટિકિટ માગવી નહીં તેમ છતા અમદાવાદ શહેર ભાજપના કુલ 20 પૈકી 13 હોદ્દેદારોએ વિવિધ બેઠક માટે દાવેદારી નોંધાવી છે. એલિસબ્રિજ બેઠક ઉપર શહેર પ્રમુખ અને શહેર મંત્રી બંનેએ ટિકિટ માટે માગણી કરી છે. બીજી તરફ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની યાદી ઘણી લાંબી છે. અમદાવાદની 16 બેઠક પર કોંગ્રેસના 130 જેટલા કાર્યકર્તાએ ટિકિટ માટે ફોર્મ ભર્યું છે. જે પૈકી 13 ઓફિસ બેરર્સે દાવેદારી કરી છે. ચાર સીટિંગ કોર્પોરેટરે પણ ચૂંટણી માટે દાવેદારી કરી છે.

બીજી તરફ પક્ષપલટો કરી ભાજપમાં આવેલા 25 જેટલા આગેવાનોએ પણ ટિકિટ માગી છે. 16 બેઠકો માટે શહેર ભાજપમાં દાવેદારોના નામોની ચર્ચા થઈ રહી હતી ત્યારે જે તે વિધાનસભામાં હોદ્દેદારે ઉમેદવારી કરી હોય બેઠકમાંથી બહાર નીકળવું પડે એવી સ્થિતિ હતી. પ્રાપ્ત માહિતી મુજબ શહેર ભાજપના હોદ્દેદારો પાર્લામેન્ટ્રી બેઠક સમક્ષ વિધાનસભા દીઠ 4થી 8 ઉમેદવારના નામોની પેનલ બનાવીને પહોંચ્યા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, નામોની પેનલ તૈયાર કરી છે.

જેમાં કોઈ જ પ્રકારની જ્ઞાતિ સમીકરણનો અભ્યાસ કરાયો નથી. અમિત શાહે ચૂંટણી લડાવનારા ટિકિટ લેવા દોડશે તો ચૂંટણી કેવી રીતે જીતાશેની ટકોર કરી હતી.કોંગ્રેસમાંથી ભાજપમાં આપેલા વિજય કેલ્લા, આશિષ અમીન, ડો. વિદ્યુત દેસાઈ અને શ્વેતા બ્રહ્મભટ્ટે મણિનગર બેઠક પરથી ટિકિટ માગી છે. જ્યારે પુરુષોત્તમ હરવાણીએ અને અશોક હાસાણીએ નરોડા બેઠક પરથી ટિકિટ માગી છે. બલરામ ગોહિલ, ગિરીશ પરમારે દાણીલીમડા બેઠક માટે દાવેદારી કરી છે. જનક ખાંડવાલાએ દરિયાપુર તેમજ પૂર્વ મ્યુનિ. વિપક્ષી નેતા દિનેશ શર્માએ પણ બાપુનગર બેઠક પરથી ટિકિટ માગી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 25 સભ્યોએ પણ ટિકિટ માટે દાવેદારી કરી

ભાજપ; 20માંથી 13 હોદ્દેદારે ટિકિટ માગી

નામ અને હૌદ્દોબેઠક

અમિત શાહ (પ્રમુખ)

એલિસબ્રિજ

કૌશિક જૈન (ઉપપ્રમુખ)

દરિયાપુર

અશ્વિન ચૌધરી (ઉપપ્રમુખ)

મણિનગર, અમરાઈવાડી

અજય ભદોરિયા (ઉપપ્રમુખ)

બાપુનગર

દીપિકા ત્રિવેદી (ઉપપ્રમુખ)

નરોડા

આશા ટેકવાણી (ઉપપ્રમુખ)

નરોડા

ભૂષણ ભટ્ટ (મહામંત્રી)

ખાડિયા-જમાલપુર, મણિનગર

જીતુ ભગત (મહામંત્રી)

નારણપુરા

પરેશ લાખાણી (મહામંત્રી)

ઠક્કરનગર

ઈલેશ પાનસુરિયા (મંત્રી)

ઠક્કરનગર

નંદિનીબેન પંડ્યા (મંત્રી)

એલિસબ્રિજ
હિરેન જાદવ (મંત્રી)અસારવા

વિભૂતિબેન અમીન (મંત્રી)

દાણીલીમડા

કોંગ્રેસ; 247માંથી 13 હોદ્દેદારે ટિકિટ માગી

નામ અને હોદ્દોબેઠક

દિનેશ દેસાઈ (શહેર મહામંત્રી)

ઘાટલોડિયા

પાયલ પટેલ (મહિલા પ્રમુખ)

વટવા

ઈશ્વરલાલ દેસાઈ (મહામંત્રી)

વટવા

નરેન્દ્રસિંહ ઠાકોર (મહામંત્રી)

વટવા

રજની પટેલ (મહામંત્રી)

નારણપુરા

વિષ્ણુ વી. દેસાઈ (મંત્રી)

નિકોલ

જનાર્દન રાવલ (મહામંત્રી)

નિકોલ

જગદીશ મોહનાની (ઉપપ્રમુખ)

નરોડા

જ્યોર્જ ડાયસ (ઉપપ્રમુખ)

મણિનગર

બળદેવ પંચાલ (મહામંત્રી)

સાબરમતી

રાહુલ પરમાર (મંત્રી)

અસારવા

જગજીવન સોલંકી (ઉપપ્રમુખ)

નારણપુરા

નારણભાઈ પટેલ (ડેલિગેટ)

નારણપુરા

રાજશ્રી કેસરી (કોર્પોરેટર)

અસારવા

કામિની ઝા (કોર્પોરેટર)

નરોડા

કમળા ચામડા (કોર્પોરેટર)

દાણીલીમડા

હાજી અસરારબેગ (કોર્પોરેટર)

વેજલપુર
અન્ય સમાચારો પણ છે...