મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા 1067 કરોડના બજેટમાં સત્તાધારી પક્ષ દ્વારા 4 કરોડનો વધારો સૂચવાયો છે, જેમાં ગીતાના શ્લોકનું પઠન-લેખન માટે પણ 10 લાખની ફાળવણી કરવાની દરખાસ્ત કરાઈ છે. જ્યારે ધોરણ 6થી 8નાં બાળકોને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ 15 લાખની વધારાની દરખાસ્ત રજૂ કરાઈ છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચપેટે રૂ.946 કરોડ, વિદ્યાર્થીઓના વિકાસ તથા શૈક્ષણિક પ્રવૃત્તિ માટે 6.27 કરોડ અને સ્કૂલની ઓફિસને લગતી પ્રવૃત્તિઓ માટે અધિકારીઓ દ્વારા 5.74 કરોડની ફાળવણી સાથે 1067 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે બજેટમાં સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજોય મહેતા તથા સ્કૂલ બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા 4 કરોડના વધારા સૂચવાયા છે.
સ્કૂલોના નવીનીકરણ માટે 23 કરોડ, કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ પાછળ 22 કરોડ, શાળા અપગ્રેડેશન અને ડિઝિટલાઇઝેશન પાછળ 20 કરોડ, યુનિફોર્મ માટે 10 કરોડ, સ્કાઉટિંગ સહિતની પ્રવૃત્તિઓ માટે 10 કરોડ, સ્વચ્છતા માટે 135 કરોડ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે શહેરમાં 65 સ્માર્ટ સ્કૂલ છે, જેમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ. રાજ્યનું એવું પ્રથમ સ્કૂલ બોર્ડ બન્યું છે, જેમાં વિદ્યાર્થીઓની હાજરી 90 ટકા સુધી છે. શહેરમાં 9500 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
બજેટમાં સત્તાધારી પક્ષે આ સુધારા સૂચવ્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.