તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ટ કનેક્ટ:મહામારીમાં 40 આર્ટિસ્ટનાં 10 લાખના ચિત્રો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેમલ સોલંકીના આ ચિત્રને 21 વોટ મળ્યા અને પ્રથમ ક્રમે આવ્યું હતું. - Divya Bhaskar
હેમલ સોલંકીના આ ચિત્રને 21 વોટ મળ્યા અને પ્રથમ ક્રમે આવ્યું હતું.

એક આર્ટિસ્ટ બીજા ત્રણ આર્ટિસ્ટની આર્ટને પસંદ કરે અને તે રીતે ટોપ 3માં જેને વધારે વોટ મળ્યા હોય તે વિજેતા થયા. 40 આર્ટિસ્ટના કુલ મળીને 10 લાખના પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે થયા છે આર્ટ કનેક્ટમાં. આમ તેમણે મહામારીના સમયમાં આપત્તિને અવસરમાં પલટીને કામ કર્યું છે. તેમાં કાંકરિયા, સેટેલાઈટ, નિકોલ અને લાંભા સહિતના આર્ટિસ્ટે પોતાના ચિત્રો રજૂ કર્યા છે.

અમદાવાદની ગુફા ગેલેરીમાં આર્ટ કનેક્ટ એક્ઝિબિશન શરૂ થયું છે.આ શોમાં જે આર્ટિસ્ટે પોતાના ચિત્રો રજૂ કર્યા છે તેમના છેલ્લા દોઢ વર્ષમાં માત્ર બે કે ત્રણ ચિત્રો જ વેચાયા છે. આમ છતાં પણ મહામારીમાં તેઓ આશા સાથે ફરી શોમાં જોડાયા છે. રવિવાર સુધી 4થી 8 સુધી આ શો જોઈ શકાશે.

મંદી છતાં ઊભા થઈશું
કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષમાં મારા માત્ર 3 ચિત્રો જ ગયા છે. આવું જ મોટા ભાગના આર્ટિસ્ટનું છે. આર્ટ માર્કેટ આજે 90 ટકા કરતાં પણ વધારે ડાઉન છે તેમ છતાં આ મહામારીનાં સમયમાં પણ અમને આશા છે કે એવો સમય પણ આવશે જ્યારે અમે ફરી ઉભા થઈશું. -અનિલ શ્રીમાળી, કાંકરિયા

દોઢ વર્ષમાં બે ચિત્રો ગયાં તો પિતાને પણ ગુમાવ્યા
કોરોનાકાળ આર્ટિસ્ટ માટે ભારે કપરો રહ્યો છે. મારા માત્ર બે જ ચિત્રો વેચાયા છે આ દોઢ વર્ષના કપરાકાળમાં. ઉપરથી પિતાને ગુમાવ્યા તેની વેદના થઈ તે અલગ. મારા અનુભવ પરથી કહું તો આર્ટ પર તમે તમારૂ ફ્રસ્ટેશન બહાર કાઢી શકો છો. આ રીતે તમે પોતાની જાતને રિલેક્સ પણ કરી શકો છો. આર્ટ આપણને ઈન્વોલ્વ રાખે છે અને ફ્રેશ પણ. તે એક પ્રકારનું તપ છે જેમાં પેશન સાથે હકારાત્મક રહેવું પડે છે. -સૈયદ તસ્કિન, આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...