તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનરક્ષાનું સંશોધન:ગુજરાતમાં 10 લાખ કેસ અને 12થી 15 હજાર મોત ઓછાં નોંધાયાં; કેસ અને મૃત્યુમાં કરેલા વીમા ક્લેમને આધારે અભ્યાસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાતમાં 10 લાખથી વધારે કેસ અને 10થી 12 હજાર મૃત્યુ ઓછાં નોંધાયાં છે. મેનેજમેન્ટ કન્સલટન્ટ ફર્મ પ્રોક્સિમા (જીવનરક્ષા)ના સંશોધનમાં આ જાણવા મળ્યું છે. આ માટે કોરોનામાં દાખલ થયેલા લોકો અને તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલાઇઝેશનના કરાયેલા વીમા ક્લેમની વિગતોનો આધાર લેવામાં આવ્યો હતો.

31 મે સુધી મહારાષ્ટ્રમાં કુલ 57 લાખ કેસ સામે 5.8 લાખ લોકોએ હોસ્પિટલાઇઝેશન માટે ક્લેમ કર્યા હતા. જે અંદાજે 10 ટકા છે. ગુજરાતમાં 8 લાખ કેસ સામે 1.87 લાખ લોકોએ હોસ્પિટલાઇઝેશન માટે ક્લેમ ક્યો હતો. જે 23 ટકા છે. 1.87 લાખ ક્લેમને પડોશી રાજ્યના 10 ટકાના અંદાજ સાથે પણ સરખાવીએ તો, કેસનો આંકડો અંદાજે 18 લાખ હોઇ શકે. નેશનલ એવરેજ 6 ટકા છે. તેલંગાણાની ટકાવારી 15 ટકા છે. મહારાષ્ટ્રમાં 95 હજાર મૃત્યુ સામે 9742ના પરિવારજનોએ જ વીમા માટે ક્લેમ કરાયો છે. જે અંદાજે 10 ટકા છે. ગુજરાતમાં 9833 મૃત્યુ સામે 2022 દ્વારા જ હોસ્પિટલાઇઝેશનના વીમા માટે ક્લેમ કરાયો છે. જે 21 ટકા છે. મૃત્યુ પામેલા દર 5માંથી એકના પરિવાર દ્વારા કલેમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...