હવામાનને અસર:દિલ્હી, મુંબઈ સહિતની 10 ફ્લાઈટ કેન્સલ, 7 મોડી પડી; ફ્લાઈટ ટિકિટનાં બુકિંગમાં પણ ઘટાડો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના કેસ વધતા અમદાવાદથી મુંબઈ અને દિલ્હીની સૌથી વધુ ફ્લાઈટ કેન્સલ

અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી સહિત અન્ય શહેરોમાં કોરોનાના કેસ વધવાની સાથે ફ્લાઈટના મુસાફરોની સંખ્યા ઘટવાને પગલે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીની સૌથી ‌વધુ ફ્લાઈટો કેન્સલ થઈ રહી છે. બુધવારે અમદાવાદથી મુંબઈની 4 તેમજ દિલ્હીની 3 સહિત કુલ 10 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ હતી, જ્યારે 7 ફ્લાઈટો મોડી પડી હતી.

કેન્સલ થયેલી ફ્લાઈટોમાં ઈન્ડિગોની દિલ્હી-અમદાવાદ ઉપરાંત ગોફર્સ્ટની મુંબઈ આવતી જતી 4, દિલ્હી-જયપુરની બે-બે તેમજ ચંડીગઢથી અમદાવાદ આવતી ફ્લાઈટ કેન્સલ થઈ હતી. નોંધનીય છે કે કોરોનાના વધી રહેલા કેસોને કારણે મુસાફરોની સંખ્યા ઘટવાની સાથે ફ્લાઈટ ટિકિટના બુકિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મોડી પડેલી ફ્લાઈટો
સ્ટાર એર

કિશનગઢ-અમદાવાદ 1.00 કલાક
અમદાવાદ-કિશનગઢ 55 મિનિટ

ગોફર્સ્ટ
બેંગલુરુ-અમદાવાદ 50 મિનિટ
અમદાવાદ-દિલ્હી 1.04 કલાક
અમદાવાદ-ચંડીગઢ 1.16 કલાક
અમદાવાદ-બેંગલુરુ 50 મિનિટ
અમદાવાદ-બેંગલુરુ 50 મિનિટ

અન્ય સમાચારો પણ છે...