રોકડ અને જ્વેલરી જપ્ત:ચૂંટણીના 23 દિવસમાં 10 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત થઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યભરમાં 91 હજાર લોકોની અટકાયત થઈ
  • 13.51 કરોડના દારૂની હેરાફેરીમાં જ 24 હજાર લોકોની ધરપકડ થઈ

ચૂંટણી કમિશન દ્વારા નિયુક્ત પોલીસ તથા અન્ય એજન્સીઓએ ગત 3 નવેમ્બરથી અત્યાર સુધીમાં 10.49 કરોડ રૂપિયાની રોકડ તથા જ્વેલરી જપ્ત કરી છે. તથા અત્યાર સુધીમાં 91 હજાર લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે થનારા મતદાન માટે 3 નવેમ્બરે આચારસંહિતા લાગુ થઈ હતી.

ચૂંટણી પંચ દ્વારા જારી યાદી મુજબ સ્થાનિક પોલીસ, ફ્લાઇંગ સ્ક્વૉડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા 4.01 કરોડની કૅશ અને 6.48 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. સાથે જ 61 કરોડ રૂપિયાની કિંમતનો દારુ તથા અન્ય નશાકારક દ્રવ્યો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ 23 દિવસમાં પ્રોહિબિશનના 29,800 કેસ કર્યા છે તથા 13.51 કરોડના દારૂ સાથે 24,170 લોકોની ધરપકડ કરી છે. કુલ 91 હજાર લોકોની અટકાયત (પ્રિવેન્ટીવ ડિટેન્શન) કરવામાં આવી હોવાનું પંચની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...