તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ્યુનિ.ની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી વધુ વખત ચૂંટાયેલા અને નેતાઓના સગાં-સંબંધીને ટિકિટ નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણય મુજબ અમદાવાદની સ્થિતિ જોઈએ તો કુલ 39 કોર્પોરેટરોને ટિકિટ ન મળે તેવી શક્યતા ઊભી થઈ છે. જેમાં 26 કોર્પોરેટરો એવા છે જેમની ઉંમર 60 કે તેથી વધુની છે. આ પૈકીના પાંચ કોર્પોરેટરો 3 ટર્મથી વધુ વખત ચૂંટાઈ આવ્યા છે અને તેમની ઉંમર 60થી વધુ છે. જ્યારે બાકીના 21 કોર્પોરેટરો ત્રણ ટર્મથી વધુ વખતથી ચૂંટાઈ આવે છે. આ ઉપરાંત અમદાવાદ ભાજપના ત્રણ સિનિયર નેતાઓએ તેમના દીકરા માટે ટિકિટ માગી છે. મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કોર્પોરેટર તુલસી ડાભીનો સમાવેશ થાય છે.
23થી વધુ કોર્પોરેટર 60થી વધુ ઉંમરના
કોણે કોણે પુત્ર માટે ટિકિટ માગી
પાંચ ટર્મથી વધુ ચૂંટાયેલા
ચાર ટર્મથી ચૂંટાયેલા
ત્રણ ટર્મથી ચૂંટાયેલા
પ્રથમ દિવસે 250 ફોર્મનું વિતરણ
મ્યુનિ.ની ચૂંટણી માટે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે 250 ફોર્મ ગયા હતા. જો કે, એકપણ ફોર્મ ભરાઈને આવ્યું નહોતું. શહેરમાં 16 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીને આ જવાબદારી સોંપવામાં આવી છે. ફોર્મ ભરીને સુપરત કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે.
દાયકાઓથી પક્ષ માટે સંઘર્ષ કરનારા સિનિયરોનું રાજકારણ પૂરું થઈ જવાની આશંકા
પત્ની, પુત્ર કે પુત્રી, ભાણિયા કે ભત્રીજાને ભાજપમાં ટિકિટ નહીં
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે એકપણ નેતાના સગા સંબંધીને ટિકિટ ન આપવાના નિર્ણયને પગલે અનેક કોર્પોરેટરોને પત્ની, પુત્ર કે પુત્રી, ભાણિયા કે ભત્રીજાને ચૂંટણી લડાવવાના સપનાં પર પાણી ફરી ગયું છે. કેટલાય સિનિયર કોર્પોરેટરો પોતાના પુત્રને ચૂંટણી આવતા જ તૈયાર કરતા હતા અને તેમને ચૂંટણી લડાવવા માટે તેઓએ ઉપર સુધી જોર લગાવી દેશે તેવી તૈયારીઓ કરી હતી. જો કે આ તમામ બાબતો પર પ્રદેશ પ્રમુખે પાણી ફેરવી દેતાં નારાજગી ફેલાય તેવી શકયતા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.