મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ડામવા કવાયત:અમદાવાદના રાયપુરમાં 10 એકર મોલમાં મચ્છરોના બ્રિડિંગ વધુ મળી આવતા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને ભોંયરું સીલ કરાયું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગંદકી અને પાણીના ખાબોચિયાના કારણે રોગચાળો વધ્યો છે. ખાસ કરીને શહેરમાં ડેન્ગ્યુના કેસો વધ્યા છે, મચ્છરોની ઉત્પત્તિ વધી હોવાના કારણે રોગચાળો વધતા આરોગ્ય વિભાગના મેલેરિયા ખાતાની ટીમો દ્વારા શહેરની કોમર્શિયલ બિલ્ડીંગોમાં મચ્છરોના બ્રિડિંગનું ચેકિંગ કર્યું હતુ. મેલેરિયા ખાતાની ટીમે 573 જેટલી કોમર્શિયલ બિલ્ડીંગોને ચેક કરી અને 254 જેટલી બિલ્ડિંગોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા તેને નોટિસ આપી અને રૂ. 3.39 લાખનો દંડ વસુલ્યો છે. રાયપુર વિસ્તારમાં આવેલા 10 એકર મોલમાં મચ્છરોના બ્રિડિંગ વધુ મળી આવતા તેની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને ભોંયરૂ સીલ કરવામાં આવ્યું છે.

મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે મચ્છરોની ઉત્પત્તિ અટકાવી જરૂરી છે જેના પગલે મેલેરિયા ખાતા ની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં વધુ પાણી ભરાઈ રહેતા મચ્છરો મળી આવતા તેઓને નોટિસ આપવામાં આવી હતી. લાંભા કાદમાવાલા ઈન્ડસ્ટ્રીઝ, નાના ચિલોડા પાસે ગામઠી હોટલ - 2, રાયપુર બિગ બજાર મોલ, નિકોલમાં સુપ્રિયા 2, નરોડા એસ નમકીન, શાહપુરમાં વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ, વસ્ત્રાલ ગજાનંદ આરકેડ કોમ્પ્લેક્સ, ચાંદખેડા દેવ બિઝનેસ હબ, સરદારનગર જય માતાજી રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએથી મોટી પ્રમાણમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા તેઓને નોટિસ આપી અને 35000થી 5000નો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...