દારૂ ભરેલી ગાડી સાથે ધરપકડ:અમદાવાદના જુહાપુરામાંથી દારૂ-બીયર ભરેલી ગાડી સાથે 1 ઝડપાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 બુટલેગરો રાજસ્થાનથી દારૂ મગાવ્યો હતો

જુહાપુરામાં રહેતા બુટલેગર સરફરાજ ઘાંચી અને મોહસીન જાંબુએ જુહાપુરામાં દારૂનો ધંધો કરતા 10થી વધુ બુટલેગરો માટે રાજસ્થાનથી દારૂ મગાવ્યો હતો. આ દારૂનો જથ્થો એક ગાડીમાંથી અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરતો હતો ત્યારે ક્રાંઈમ બ્રાંચે ફતેવાડી કેનાલ પાસેથી ઝડપી લીધો હતો.

સ્થળ પરથી દારૂ-બીયરની એક હજાર બોટલ કાર સાથે સરફરાજ પકડાયો હતો. પોલીસે કુલ રૂપિયા 9.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો સરફરાજ, ઈબ્રાહિમ, હારૂન, મુસા, ફૈઝઅલી, નસીમબાનુ, ઈદ્રીશ તેમજ વહાબ નામના બુટલેગરે માગાવ્યો હોવાનું સરફરાજે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...