મેઘ મહેર / રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

1 to 3.7 inches of rainfall in 33 districts of the state, highest in Dang's Subir and Jamnagar's Kalawad
X
1 to 3.7 inches of rainfall in 33 districts of the state, highest in Dang's Subir and Jamnagar's Kalawad

  • ગીર-સોમનાથના વેરાવળમાં 2.2 ઇંચ તો જામનગરના ધ્રોલ અને પંચમહાલના હાલોલમાં 2 ઇંચ વરસાદ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:47 PM IST

અમદાવાદ. ગઇ કાલે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ વિરામ લીધો છે. ગત 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 149 તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. તેમાં પણ 33 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌથી વધુ વરસાદ ડાંગના સુબિરમાં 3.7, જામનગરના કાલાવડમાં 3, ગીર-સોમનાથના વેરાવળમાં 2.2 તથા જામનગરના ધ્રોલ અને પંચમહાલના હાલોલમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. 

24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
ડાંગ સુબિર 3.7
જામનગર કાલાવડ 3
ગીર-સોમનાથ વેરાવળ 2.2
જામનગર ધ્રોલ 2
પંચમહાલ હાલોલ 2
જૂનાગઢ મેંદરડા 1.9
અરવલ્લી મોડાસા 1.8
અમરેલી વાડલા 1.8
ડાંગ આહવા 1.8
ગીર-સોમનાથ સુત્રાપાડા 1.7
ગીર-સોમનાથ ગીર ગઢડા 1.7
મહેસાણા બહુચરાજી 1.6
રાજકોટ લોધિકા 1.6
ભાવનગર જેસર 1.6
ભાવનગર ઘોઘા 1.5
રાજકોટ કોટડા સાંગાણી 1.5
મહેસાણા મહેસાણા 1.4
અમરેલી બગસરા 1.4
જૂનાગઢ ભેસાણ 1.3
જૂનાગઢ માળિયા 1.3
જૂનાગઢ વિસાવદર 1.2
અમરેલી ખાંભા 1.2
અમરેલી લીલિયા 1.2
વડોદરા ડભોઇ 1.2
પાટણ હારિજ 1.1
અમરેલી ધારી 1.1
ભાવનગર પાલિતાણા 1.1
ગીર-સોમનાથ ઉના 1.1
અમરેલી અમરેલી 1.1
વડોદરા વડોદરા 1.1
સુરેન્દ્રનગર ચૂડા 1.1
ભાવનગર ગારિયાધાર 1.1
પાટણ સરસ્વતી 1

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી