વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી બાબા બુઢા અમરનાથની યાત્રા માટે ગુરુવારે ટ્રેન દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનેથી 350 જેટલા ભક્તો સહિત રાજ્યભરમાંથી 1 હજાર જેટલા લોકો જમ્મુ જવા રવાના થયા હતા. આ લોકો જમ્મુથી બસ દ્વારા કાશ્મીરના પુંછ જિલ્લામાં આવેલા બાબા બુઢા અમરનાથ મંદિરે દર્શન કરવા જશે.
હિતેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે, બર્ફાની બાબા અમરનાથની જેમ જ મહત્ત્વ ધરાવતા અને પુંછમાં આવેલા આ મંદિરનો ખુબ જ મહત્ત્વ હતો, પરંતુ ઘાટીમાં આતંકવાદ વધ્યો ત્યારે લોકોએ મંદિરે જવાનું બંધ કરી દીધું હતું, પરંતુ બજરંગ દળ અને વીએચપીએ 1996માં ફરીથી આ યાત્રા શરૂ કરી હતી. ત્યારથી દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે. આ વર્ષે અમદાવાદમાંથી 350 જેટલા લોકો વીએચપીના પ્રદેશમંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ગુરુવારે જમ્મુતાવી એક્સપ્રેસમાં રવાના થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.